બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બોટાદ શહેરની એમ.ડી.સ્કૂલ ખાતે આવેલા ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને એસ.પી.સી. કેડર અંતર્ગત રાયફલ શૂટિંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વધુને વધુ માહિતી મળે તેમજ શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વધુને વધુ સક્ષમ બને તેવા ઉમદા હેતુ સાથે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ માટે રાયફલ શૂટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. જે કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા રાયફલ શૂટિંગ કરી અને રાયફલ શૂટિંગની માહિતી સાથે પ્રેક્ટીકલ રાયફલ શૂટિંગનો અનુભવ લીધો હતો.
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બોટાદ શહેરના ખસ રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બોટાદ શહેરની એમ.ડી. સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી 35 વિદ્યાર્થીનીઓ કે જે સ્ટુડન્ટ પોલીસ કેડરમાં જોડાયેલ છે. તે તમામ વિદ્યાર્થીનીઓને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ખસ રોડ ખાતે આવેલા રાયફલ શૂટિંગ સ્થળ પર રૂબરૂ બોલાવી રાઇફલને લગતી તમામ માહિતી તેમજ તમામ વિદ્યાર્થીનીઓ પાસે રાયફલ શુટિંગનું પ્રેક્ટીકલ કરાવી અને વિશેષ નોલેજ આપવામાં આવ્યુ હતુ. તેમજ પોલીસ દ્વારા થતી વિવિધ કામગીરીનું પણ માહિતી આપવામાં આવી તેમજ બોટાદ એસપી કચેરી ખાતે આવેલ નેત્રમ સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ અંતર્ગતની કેવી કામગીરી હોય તેની સંપૂર્ણ માહિતી પણ આ કેમ્પ દરમિયાન આપવામાં આવેલા આ કાર્યક્રમ દરમિયાન બોટાદ જિલ્લા ઇન્ચાર્જ એસ.પી તેમજ અન્ય પોલીસ અધિકારીઓને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.