તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુંટણી:ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને ફટકો, બોટાદ જિલ્લા પંચાયતની ભાજપની 5 બેઠક બિનહરીફ જાહેર

બોટાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બોટાદની 7 બેઠક, ગઢડાની 7 અને રાણપુરની 4 બેઠક કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ

બોટાદ જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી-2021નુ મતદાન આગામી તા.28નાં રોજ યોજાનાર છે. ત્યારે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જ્યારે તા.15નાં રોજ ઉમેદવારી ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસ પક્ષનાં જિલ્લા પંચાયતની 20 બેઠકો ઉપર કોંગ્રેસ પક્ષનાં 18 ઉમેદવારોનાં ફોર્મ મેન્ડેન્ટ ન આવવાના કારણે ઉમેદવારીપત્ર ચુંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે. જેને લઇ ભાજપની 5 બેઠકો બિનહરીફ થઇ છે.

બોટાદમાં સ્થાનિક સ્વરાજ ની ચુંટણીને લઈ રાજકીય ગરમાવો આવી ગયો છે અનેક જગ્યાઓ ઉપર ફોર્મ રદ થયા છે. ત્યારે બોટાદ જીલ્લામાં જીલ્લા પંચાયતની 20 સીટો માટે ભાજપ, કોગ્રેસ અને અપક્ષ દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી તા. 15ના રોજ કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન બોટાદ જિલ્લા પંચાયતની 20 સીટોમાંથી રાણપુર 4, ગઢડા 7 અને બોટાદ 7 મળી કૂલ 18 સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવારોને મેન્ડેન્ટ ન મળવાના કારણોસર ઉમેદવારી ફોર્મ ચુંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની 20 સીટોમાંથી માત્ર જુના નાવડા અને ખાંભડા સીટના ઉમેદવારોના બે ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. કોંગ્રેસના 18 ઉમેદવારોના ફોર્મ રદ થતા મોટો પટકો પડ્યો છે. જિલ્લા પંચાયતની ભાજપની રાણપુર, નાગનેશ, લાઠીદંડ, લાખયાણી અને ઢસા એમ કુલ 5 બેઠક બિનહરીફ થયા છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઇ મેરએ જણાવ્યું હતું કે, અમારા પક્ષના જે ૧૮ ફોર્મ રદ થયા છે જે ટેકનીકલ ખામીને કારણે રદ થયા છે. અને આ સામાન્ય ખામી છે અધિકારીઓ ઉપર ભાજપ દ્વારા દબાણ કરવામા આવ્યુ છે જેને લઇ અધિકારીએ અમારા પક્ષના ફોર્મ રદ કર્યા છે. અમે આ મામલે હાઇકોર્ટમા જશુ અને કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામા આવશે એ અમને માન્ય રહેશે.

બરવાળા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 3 ડમી ઉમેદવારનો ફોર્મ રદ કરવામાં આવ્યા
બરવાળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2021 માટે આગામી તા.28નાં રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં બરવાળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનાં 3 ડમી ઉમેદવારોનાં ફોર્મ મેન્ડેન્ટ ન મળવાના કારણે ઉમેદવારીપત્ર ચૂંટણી અધિકારી-બરવાળા નગરપાલિકા દ્વારા રદ કરવામાં આવ્યા હતા. બરવાળા નગરપાલિકાની વોર્ડ નંબર 1થી 6ની 24 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીનાં 24, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ-27 તેમજ આમ આદમી પાર્ટીનાં -5 મળી કુલ 56 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જયારે તા. 15નાં રોજ ઉમેદવારી ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસ પક્ષનાં 3 ડમી ઉમેદવારોનાં મેન્ડેન્ટ ન મળવાના કારણે ચુંટણી અધિકારી-બરવાળા નગરપાલિકા દ્વારા ત્રણ ઉમેદવારોનાં ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. બરવાળા નગરપાલિકાની ચુંટણી માટે ભારતીય જનતા પાર્ટી પક્ષનાં - 24, કોંગ્રેસ પક્ષનાં -24 તેમજ આમ આદમી પાર્ટીનાં -5 મળી કુલ 53 ઉમેદવારોનાં ઉમેદવારી પત્રો ચકાસણીનાં અંતે મંજુર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો