બોટાદ શહેરમાં ખાણ-ખનીજ અધિકારી પર ચાર શખ્સોએ હૂમલો કર્યો હતો. હૂમલા બાદ હુમલો કરનાર ઈસમો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. અધિકારીને પગમાં ફેક્ચર થતાં તેમને સારવાર માટે પહેલા સરકારી સોનાવાલા બાદમાં ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. તે બાદ અધિકારીએ ફરિયાદ નોંધાવતાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ શહેરના ગઢડા રોડ પર લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે જિલ્લા ખાણ-ખનીજ વિભાગના અધિકારી સચીનભાઈ તેમજ અન્ય સાથી કર્મચારી બપોરના સમયે ઉભેલા હતા. તે દરમિયાન ચાર શખ્સોએ હાથમાં હોકી સહિતના હથિયારો સાથે હૂમલો કર્યો હતો. જેમાં સચિનને પ્રથમ સરકારી સોનાવાલા અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પગના ભાગે માર મારવાના કારણે પગમાં ફેક્ચર થયું હતું.
ખાણ-ખનીજ વિભાગના અધિકારી સચિનના જણાવ્યા મુજબ બપોરના સમયે હૂમલો કરનાર વિપુલ નામની વ્યક્તિનું એક અઠવાડિયા પહેલાં બરવાળા ખાતે વાહન જપ્ત કરવામાં આવેલો હતો. જેને લઇ તે વાતનું રાગદ્રેશ રાખી મારા પર હૂમલો કરવામાં આવેલો છે અને મારી સાથે રહેલી વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી છે. જેમાં હૂમલો કરનાર એક વ્યક્તિ સિવાય અન્ય ત્રણ વ્યક્તિઓ અજાણ્યા હતા, જેને હું ઓળખતો નથી. આ બાબતે હાલ તો અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.