• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Botad District Level Grievance Redressal Program To Be Held On March 23; Applications For Questions Can Be Made Till March 10

ફરિયાદ નિવારણ કાર્યક્રમ:23 માર્ચનાં રોજ બોટાદ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે; 10 માર્ચ સુધી પ્રશ્નો માટેની અરજી કરી શકાશે

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

માર્ચ મહિનાનો બોટાદ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ 23/03/2023 ના ગુરૂવારના રોજ સવારે 11:00 કલાકે મીટીંગ હોલ, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણીત હોય કે જે જિલ્લા કક્ષાઓએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો અરજદાર આધાર-પુરાવા સાથે રજૂ કરી શકશે. અરજદાર એક વિષયને લગતી રજૂઆત કરી શકશે, આવા પ્રશ્નો માટેની અરજી તા. 10/03/2023 સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા બોટાદનાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા જણાવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...