બોટાદ જિલ્લાના દિવ્યાંગ રોજગાર વાંચ્છુકોને રોજગારીની ઉમદા તક મળી રહે તેવા હેતુસર દિવ્યાંગ રોજગાર વાંચ્છુકો માટે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન આગામી માસમાં કરવામાં આવનાર છે. ભરતીમેળામાં રોજગાર વાંચ્છુકોને પોતાના કૌશલ્યને અનુરૂપ પસંદગીની બહોળી તક મળી રહે તેમજ જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રના એકમને સક્ષમ માનવબળ મળી રહે તેવા હેતુસર જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રના એકમોને એકમ ખાતે ખાલી પડેલા દિવ્યાંગ રોજગાર વાંચ્છુકો માટેની જગ્યાની વિગત જિલ્લા રોજગાર કચેરી ખાતે નોંધાવવા આમંત્રિત કરવામાં આવે છે.
રોજગાર ભરતી મેળાના માધ્યમથી એકમોને જરૂરિયાત મુજબના કૌશલ્યબધ્ધ ઉમેદવારો મળી રહે તે હેતુસર ખાલી જગ્યાની નોંધણી ઓનલાઈન વેબ પોર્ટલ anubandham.gujarat.gov.in પર કરી શકાશે અથવા જિલ્લા રોજગાર કચેરીને dee-botad@gujarat.gov.in પર નિયત ફોર્મ દ્વારા જાણ કરી ભરતીમેળામાં ભાગ લઇ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદના કોલ સેન્ટર નંબર 6357390390 પર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારી, બોટાદ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.