• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Botad District Employment Exchange Office To Conduct Recruitment Fair For Machine Operator At Ras Bearings Company; Job Aspirants Are Invited To Participate

રોજગાર વાંચ્છુકો માટે સુવર્ણ તક:બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રાસ બેરિંગ્સ કંપની ખાતે મશીન ઓપરેટર માટે ભરતી મેળો યોજાશે; રોજગાર વાંચ્છુકોને ભાગ લેવા અપીલ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર રાસ બેરિંગ્સ પ્રા.લી- રાણપુર ખાતેના એકમ માટે મશીન ઓપરેટરની જગ્યા માટે આયોજીત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર વાંચ્છુકોને અનુરોધ કરાયો છે. 18થી 35 વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-10 તથા આઈ.ટી.આઈ ટ્રેડ પાસની તકનિકી શૈક્ષણિક લાયકાત ધરાવનારા માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.20 ઓક્ટોબરના રોજ સવારે 11 કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.

આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર 6357390390 મારફતે સંપર્ક કરવા સાધવા ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...