મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ:મોરબી દુર્ઘટના બાબતે બોટાદ જિલ્લા વહીવટી, પોલીસ, જી.ઈ.બી. વિભાગોમાં મૌન પાળવામાં આવ્યું

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત નાગરિકોને બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પ્રાર્થના સભાનું આયોજન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

બે મિનિટનુ મૌન પાળી પાળવામાં આવ્યું
બોટાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર બીજલ શાહ તેમજ નિવાસી અધિક જિલ્લા કલેક્ટર મુકેશ પરમારની ઉપસ્થિતિમાં જિલ્લા મહેસુલી-વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ દ્વારા પ્રાર્થનાસભા યોજીને દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે બે મિનિટનુ મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં હતી.

દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના
બોટાદ જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સહિત જિલ્લા-તાલુકાના તમામ સરકારી વિભાગો દ્વારા પણ પોત-પોતાના કાર્યાલયમાં મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...