ગ્રામપંચાયતની ચુંટણી:બોટાદ જિલ્લાની 157 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

બોટાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 4 તાલુકાની 157 ગામના સરપંચની ચૂંટણીની કવાયત શરૂ થતાં અંદરખાને પ્રચાર શરૂ

રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણી કામગીરી શરૂઆત થઇ ગઇ છે ત્યારે તા.22 નવેમ્બરના રોજ ગ્રામપંચાયત ચૂંટણીની તારીખો જાહેર થતા ગ્રામપંચાયત સરપંચ માટેની ચૂંટણી લડવા ઉમેદવારો થનગની રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લાની 157 ગ્રામપંચાયતની ચુંટણી યોજાશે.ગ્રામપંચાયતની ચુંટણીની તારીખ 22 નવેમ્બરના રોજ જાહેર થતા બોટાદ જિલ્લાના ચાર તાલુકા બરવાળા, રાણપુર, બોટાદ અને ગઢડા મળી કુલ 157 ગામની ગ્રામપંચાયતની ચુંટણી યોજાશે.

આ ચુંટણી માટે જાહેરનામુ તા. 29 નવેમ્બરના રોજ બહાર પાડશે આ ચુંટણી લડવા માટે થનગની રહેલ ઉમેદવારો માટે ઉમેદવારી ભરવાની છેલ્લી તા. 4 ડિસેમ્બર 2021 રહેશે જ્યારે આ ફોર્મ ચકાસણી તા. 6 ડિસેમ્બરના રોજ થશે અને જે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેચવા હશે તેમણે 7 ડીસેમ્બરના રોજ ઉમેદવારી પત્રો પાછા પરત ખેંચી શકશે જેની ચુંટણી તા.19 ડીસેમ્બરના રોજ સવારના 7 કલાકથી સાંજના 6 કલાક દરમીયાન યોજાશે આ યોજાયેલ ચુંટણીની ગણતરી તા.21 ડીસેમ્બર 2021ના રોજ જેતે જિલ્લાના તાલુકા મથકે યોજાશે

આમ આવનાર ગ્રામપંચાયતની ચુંટણીમાં બોટાદ જિલ્લાના 157 ગામના સરપંચની ચુંટણી બેલેટ પેપરથી યોજાશે. આ ચુંટણી લડવા માટે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો થનગની રહ્યા છે. ગ્રામપંચાયતની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ કડક આચાર સહિંતનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...