કાર્યવાહી:બોટાદ શહેર VHP પ્રમુખના ભાઈને પણ ફોન પર ધમકી મ‌ળી

બોટાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પોલીસે ધમકી આપનારા 2ની ધરપકડ કરી કાર્યવાહી કરી

બોટાદ શહેર વી.એચ.પી. પ્રમુખ મહેન્દ્રભાઈ માળીનાં ભાઈ હરિભાઈ માળીને બે શખ્સોએ ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા બોટાદ પોલીસે બંને શખ્સોને ઝડપી પાડી કાર્યાહી હાથ ધરી છે.

બોટાદ શહેર વિશ્વ હિંદુ પરિષદ પ્રમુખ મહેન્દ્ર માળી ઉર્ફે મોન્ટુ માળીને મંદિર પર માઈક લગાડવા બાબતે માઈક ઉતારી લેવા સીરાજ ખલ્યાણી ઉર્ફે સીરા ડોન દ્રારા જાન થી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી. જેને લઇ બોટાદ પોલીસ સ્ટેશનમાં મહેન્દ્ર માળી દ્રારા ફરિયાદ નોંધાવતા પોલીસ દ્રારા સીરા ડોનની ધરપકડ કરવામાં આવી હતી.

તે વાતની દાજ રાખી આસીફ મીર અને અબજલ સલીમ દ્વારા હરિભાઈ માળીને મોબાઈલ પર ફોન કરી સીરા ડોન વિરુદ્ધ કરી છે તે ફરિયાદ પાછી ખેંચવા જણાવી જાનથી મારી નાખવાની ધમકી અપાઇ હતી. પોલીસ દ્વારા બે આરોપી આસીફ મીર અને અબજલ સલીમની ધરપકડ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...