આવેદન:બોટાદ શહેર ABVPએ કલેક્ટરને આવેદન આપ્યું

બોટાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રમત ગમત માટે મેદાન ફાળવવા કલેક્ટરને આવેદન આપી રજૂઆત

બોટાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રમત ગમત મેદાન ફાળવવા માટે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તા.5/1/22નાં રોજ બોટાદ જિલ્લા કલેકટરને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે રમત ગમત મેદાન ફાળવવામાં આવે અને સ્પોર્ટ્સ સંકુલ બનાવવા માં આવે તે માટે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બોટાદ જિલ્લાને મેદાન અળવ રોડ ઉપર ફાળવીદેવામાં આવ્યું છે તેવી મૌખિક માહિતી કલેકટર દ્વારા આપવામાં આવી હતી.

હવે આ મેદાન ઉપર ઝડફથી કામગીરી શરૂ થાય અને સ્પોર્ટ્સ મેદાન તેમજ સંકુલની કામગીરી જલ્દી પૂરી થાય તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બોટાદ દ્વારા કરવામાં આવી હતી. આ આવેદનપત્ર જિલ્લા સંયોજક કુલદીપ ભાઈ ખવડ, મનદીપસિંહ ઝાલા, પરેશભાઈ પ્રજાપતિ, વિજયસિંહ સિંધવ ઉપસ્થિત કલેકટરને આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...