બોટાદ જિલ્લા ખાતે શ્રમીક અન્નપુર્ણા યોજના ચાલુ કરવા માટે બોટાદ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ હિરેન પટેલ દ્વારા મંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. જિલ્લામાં હાલ 5000 જેટલા શ્રમિકો હોવાનું પત્રમાં જણાવેલું છે.
શ્રમ અને રોજગાર મંત્રીને પત્ર લખી કરી રજૂઆત
બોટાદ શહેર અને જિલ્લો દિવસેને દિવસે હરણફાળ કરી રહ્યો છે. ઉધોગિક ક્ષેત્રે જિલ્લામાં ખુબ જ ઝડપી કામો થઈ રહ્યા છે. વર્ષ 2013થી બોટાદ જિલ્લો નવો બનેલો છે. હાલમાં બોટાદ જિલ્લામાં ઘણાં બધા બાંધકામ શ્રમીકો આવેલા છે. બોટાદ શહેર ખાતે આશરે 5000 વ્યકિતઓ બાંધકામની અલગ અલગ સાઇટો ઉપર કામ કરે છે. ત્યારે હાલમાં બોટાદ જિલ્લા ખાતે પ્રથમ બોટાદ શહેરમાં શ્રમીક અન્નપુર્ણા યોજના જેમાં બાંધકામ શ્રમીકોને 5 રૂપિયામાં સરકાર દ્વારા જમવાનું આપવામાં આવે છે. ત્યારે તે યોજના બોટાદમાં શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે બોટાદ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ હિરેન પટેલ દ્વારા શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી એન. હળપટીને પત્ર લખી રજુઆત કરવામાં આવેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.