તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

181 અભયમ ટીમની મદદ:બોટાદ અભયમની ટીમે 8 માસના બાળકનું માતા સાથે મિલન કરાવ્યું

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિએ માર મારી બાળક સાથે મહિલાને 2 દિવસથી ઘરમાંથી બહાર કાઢી મુકી હતી

બોટાદ સીટી વિસ્તારમાં રહેતી પરણીતાને તેમના પતિએ માર મારી 8 માસના બાળક લઈ તેમને બે દિવસથી ઘરમાંથી કાઢી મુકી હતી. જે બાબતે પીડિત મહિલાએ 181 અભયમ ટીમની મદદ માંગતા અભયમ ટીમે પરણિત મહિલાના સાસુ સસરા અને પતિ સાથે સમજાવટ કરી મહિલાને તેના 8 માસના બાળક સાથે મિલન કરાવી પિડિતાને આશ્રય અને લાંબાગાળાના કાઉન્સેલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઇ જવામાં આવી હતી.

બોટાદ 181 ટીમને ઘટનાની જાણ થતાં કાઉન્સેલર પરમાર જલ્પાબેન, મહિલા કોન્સ્ટેબલ મેણીયા મીનાબેન, પાયલોટ નિલેશભાઈ ચુડાસમાએ ફોન પર જણાવ્યું હતું કે, મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને સાસરીમાં સાસુ -સસરા અને નણંદ માનસિક ત્રાસ આપે છે. તેમના લગ્નને ત્રણ વર્ષ જેટલો સમયગાળો થયો છે અને તેમને એક બાળક છે. તેમના પતિ હિરાના કારખાનામાં કામ કરે છે.

પીડિતાને તેમના પતિ અવારનવાર મારપીટ કરે છે અને સાસુ પણ ઘરકામ બાબતે અવાર નવાર મેણા ટોણા મારે છે. પીડિત મહિલાની સમસ્યા સાંભળ્યા બાદ તેમના સાસરીયા સભ્યો સાથે વાતચીત કરી સમજાવટ કરી રાજી ખુશીથી આઠ માસના બાળકને તેની માતાને પરત સોંપવામાં આવ્યું હતું. મહિલાનું પિયર જામનગર હોવાથી તે હાલ સાસરીમાં જવા માંગતા ન હતાં. તેથી પિડિતાને આશ્રય અને લાંબાગાળાના કાઉન્સેલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...