બરવાળા લઠ્ઠાકાંડ:બુટલેગરોએ નશીલા પદાર્થોની હેરફેર માટે બોગસ નામથી સિમકાર્ડ ખરીદ્યાં હતાં

બોટાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પોલીસની તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી, આરોપીઓ સામે ઠગાઇનો ગુનો પણ નોંધાયો
  • મોબાઈલ નંબરનું સીડીઆર ,એસડીઆર ચકાસણી કરતાં આર્થિક ફાયદા માટે ગુનાહિત કાવતરું કર્યાનંુ બહાર આવ્યું

બરવાળા લઠ્ઠાકાંડને લઈ સમગ્ર ગુજરાતમા ખળભળાટ મચી ગયો છે આ મામલે હત્યાની કલમ તળે ગુનો નોંધાયા પછી વધુ નવ કલમોનો ઉમેરો કરાયો હતો.જ્યારે ઝડપાયેલ મહિલા સહિત સાત શખ્સના મોબાઈલ મેળવી પોલીસે સીડીઆર એસડીઆર ચકાસણી કરાવતા તમામે ખોટા નામે ઠગાઈ કરવાના ઈરાદે મોબાઈલનો ઉપયોગ કરી પોતાના આર્થીક ફાયદા માટે ગુનાહીત કાવત્રુ રચ્યાંનુ ખુલતા વધુ એક ફરીયાદ નોંધાઈ છે.

પોલીસ સુત્રો દ્રારા મળતી મહિતિ મુજબ બરવાળા, ધંધુકા અને રાણપુર પંથકમા ઝેરી કેમીકલના કારણે સર્જાયેલ લઠ્ઠાકાંડમા 56 જેટલા વ્યક્તિઓના મોત નિપજ્યા છે અને હજુ ઘણા લોકો હોસ્પિટલમા સારવાર લઈ રહ્યા છે આ અંગે બરવાળા, રાણપુર અને ધંધુકા પોલીસ તંત્ર દ્રારા જુદી જુદી હત્યાની કલમ મુજબ ગુના દાખલ કર્યા છે આ ગુનામા મહિલા સહિત 14 વ્યક્તિઓની ધડપકડ કરાવામા આવી છે આ તમામને ભાવનગર જેલ હવાલે કરી દેવામા આવ્યા છે ત્યાએ તપાસ દરમીયાન ખોટા નામે ઠગાઈ કરવાના ઈરાદે મોબાઈલ વાપરી ગુનાહિત ક્રુત્ય કરતા વધુ એક ગુનો બરવાળા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધવામા આવ્યો છે. મોબાઈલ નંબરનુ સીડીઆર એસડીઆર ચકાસણી કરતા પોતાના આર્થીક ફાયદા માટે ગુનાહિત કાવતરૂ કર્યાનુ બહાર આવ્યું હતું.

બરવાળા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઈ. રાજદીપસિંહ ગોહીલે ફરીયાદી બની બરવાળા પોસ્ટેમા વિનોદ ઉર્ફે ફન્ટો ભીખાભાઈ કુમારખાણીયા, ચમન રસીકભાઈ કુમારખાણીયા, અજીત ઉર્ફે દાજી દિલિપભાઈ કુમારખાણીય, ભવાન રામુભાઈ કુમારખાણીયા રહે તમામ નભોઈ તા.બરવાળા, વિજય ઉર્ફે લાલો ભુપતભાઈ પઢીયાર રહે.રાણપરી તા.બરવાળા, ભવાન નારણભાઈ ડાબસરા રહે.વૈયા તા.બરવાળા, ગજુબેન પ્રવિણભાઈ વડદરીયા રહે.રોજીદ તા.બરવાળા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે ઉક્ત તમામે ભેગા મળી ઈરાદા પુર્વક ઝેરી કેમીકલ પીવાથી મોત થશે તેમ જાણવા છતા ઝેરી કેમીકલનુ ઈરાદા પુર્વક વેચાણ કરી લોકોના મોત નિપજાવતા તા.26/7/22 ના રોજ આઈ.પી.સી 302,328,120(2) સહીતની કલમ મુજબ ગુનો નોંધાયો હતો.

જે ગુનાના કામે ઉક્ત તમામની ધડપકડ કરી તપાસના અર્થે મોબાઈલ કબ્જે લેવાયા હતા આ મોબાઈલ નંબરના સિમકાર્ડના સીડીઆર, એસડીઆર અને સીએએફ મંગાવવામા આવ્યા હતા જેની ચકાસણી દરમિયાન ઉક્ત તમામે પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ગુજરાતમાં સંપુર્ણ નશાબંધી હોવા છતા ગેરકાયદે દારૂ કેમીકલની આયાત કરી અન્ય લોકોના નામથી સિમકાર્ડ મેળવી પોતાના આર્થીક ફાયદા માટે ગુનાહીત કાવત્રુ રચ્યાનુ સામે આવ્યુ હતુ ઉક્ત ફરીયાદના પગલે બરવાળા પોલીસે લઠ્ઠાના નામે મોત વેચનારા ઉક્ત તમામ સાત આરોપીઓ સામે આઈ.પી.સી. 419,114 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...