કોરોના સંક્રમણ અટકાવવા માટે કોરોના પ્રતિરોધક રસી એ જ એકમાત્ર સંજીવની ઇલાજ છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા અસરકારક રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી અંતર્ગત કલેક્ટર તુષાર સુમેરાના સીધા નેતૃત્વ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રસીકરણ કામગીરી માટે જિલ્લાના અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સો ટકા રસીકરણયુક્ત જિલ્લાની સંકલ્પનાને સાકાર કરવા બોટાદ તાલુકાના બોડી ગામ ખાતે ઘરનો સર્વે કરી રસીપાત્ર નાગરિકોની સંકલિત અદ્યતન યાદી તૈયાર કરી રસીકરણ કાર્યક્રમો માટે સરપંચ તથા આગેવાનો સાથે બેઠક કરી રસીકરણ અન્વયેની ગેરમાન્યતાઓ તથા અફવાઓ માટે સમાજ શ્રેષ્ઠીઓ અને આગેવાનોને સાથે રાખી રુબરુ મુલાકાત કરી જાગૃતિ કાર્યક્રમો હાથ ધરી રસીકરણ કરવામાં આવ્યું હતું.
નોડલ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એચ.પીપળીયા દ્વારા તથા પીએચસી ભદ્રાવડી, સરપંચ અને અન્ય ગામના આગેવાનો દ્વારા નવતર અભિગમ અને સર્જનાત્મક કાર્યપધ્ધતિ અપનાવી રસીકરણ મહા અભિયાનની ઉજવણીમાં ગામના તમામ નાગરિકો હર્ષ અને ઉત્સાહ સાથે સામેલ થઈ સો ટકા રસીકરણ દ્વારા અન્ય ગામ માટે પ્રેરણા બને તેવા સંનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવામાં આવતા ગામ ખાતેના રસી પાત્ર 18 વર્ષથી વધુ ઉમંરના લોકોનું સો ટકા રસીકરણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.