રક્તદાન કેમ્પ:હિરાબાને શ્રદ્ધાંજલી પાઠવવા આદર્શ સંકુલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન, 101 રક્તદાતાઓએ રક્ત દાન કરી શ્રદ્ધાંજલિ પાઠવી

બોટાદ21 દિવસ પહેલા

બોટાદ શહેરમાં આવેલ હડદડ આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા સ્વર્ગસ્થ હીરાબાના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. 101 રક્તદાતાઓએ મોટી સખ્યામાં રક્તદાન કર્યું હતુ. તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ બોટાદ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ હડદડ રોડ, બોટાદ દ્વારા બાળકોના વિવિધ કૌશલ્યોને જાણવા માણવા અને તેઓને પ્રોત્સાહિત કરવા વાર્ષિ કોત્સવ "કલરવ"૨૦૨૩ નું આયોજન કરવામાં આવેલ હતું. સંસ્થા દ્વારા બે દિવસીય વાર્ષિક ઉત્સવના ભવ્ય આયોજન વચ્ચે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું.

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાજીનું તાજેતરમાં થયેલા અવસાનને લઈ શાળા સંચાલક તેમજ શિક્ષકો તેમજ મિત્રો વર્તુળ દ્રારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઉત્સાહભેર 101 રક્તદાતાઓએ પોતાના રક્તનું દાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આ દિવ્ય આત્માને શાંતિ મળે તેના માટે પ્રાથના કરવામાં આવી હતી.

સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રભુભાઈ ત્રાસડીયાના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો, આચાર્ય તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલો હતો.

અન્ય સમાચારો પણ છે...