લોબિંગનો દોર શરૂ:બોટાદ પાલિકામાં પ્રમુખ ગોતવા ભાજપની મથામણ

બોટાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિરીક્ષકોએ બધાને રૂબરૂ મળી સાંભળ્યા
  • ​​​​​​​ઘી ના ઠામમાં ઘી પાડવા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

ભાજપ શાસિત બોટાદ નગરપાલિકાના આંતરીક વિખવાદો બાદ પાર્ટીની સૂચના મુજબ પ્રમુખે માંડ રાજીનામું આપ્યા બાદ એક વિવાદનો અંત આવ્યો હતો. ત્યારબાદ નવા પ્રમુખની વરણી માટે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ બોટાદ સર્કીટ હાઉસ ખાતે નગર પાલિકાના પ્રમુખની પસંદગી માટે વોર્ડ વાઈઝ સભ્યોને સર્કિટ હાઉસમાં બોલાવી નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા હતા.

બોટાદ નગરપાલિકામાં 44 માંથી 40 સભ્યો ભાજપના હોવા છતા પણ પ્રમુખ-ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત અન્ય સભ્યો વચ્ચે સંકલનના અભાવે છેલ્લા ઘણા સમયથી ચાલતા વિખવાદની પરાકાષ્ઠા વચ્ચે ચેરમેન અને ઉપ પ્રમુખ દ્રારા રાજીનામાં આપવામાં આવ્યા હતા.

ત્યાર બાદ ગત તા.5ના પ્રમુખ દ્વારા પણ પાર્ટીની સૂચના મુજબ કલેક્ટરને રાજીનામુ આપી દેતા નવા પ્રમુખની પસંદગીને લઈ બોટાદ સર્કિટ હાઉસ ખાતે ભાજપના પ્રદેશ આગેવાન મહેશ કસવાલા,કશ્યપ શુક્લા અને નિમુબેન બાંભણીયાએ નિરીક્ષક તરીકે હાજર રહી વોર્ડ વાઇઝ સભ્યોને વ્યક્તિગત સાંભળવામાં આવ્યા હતા.

આ પ્રક્રીયા પછી આગામી દિવસોમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં રિપોર્ટ રજૂ કરી આગામી દિવસોમાં પ્રમુખની પસંદગી માટેની પ્રક્રિયા કરવામાં આવશે. બોટાદ નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે? તેવા પ્રશ્નાર્થ વચ્ચે લોબિંગ નો દોર શરૂ થવા પામ્યો છે

અન્ય સમાચારો પણ છે...