• Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Bardoli
 • BJP's Star Campaigners To Address Public Meetings In Gujarat; Leaders Including Uttar Pradesh CM Yogi Adityanath, Women's President JP Ndda In Gujarat

ગુજરાતના ખૂણે ખૂણે ભાજપનો મહાપ્રચાર:જે.પી.ન્ડ્ડાએ બોટાદમાં કહ્યું- ભારત જોડવાનું કામ તો નરેન્દ્ર મોદીએ કર્યું છે, યોગી આદિત્યનાથે દ્વારકામાં કહ્યું- 'આપ' કોંગ્રેસની જ કાર્બન કોપી છે

બારડોલી17 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે તમામ પક્ષો ચૂંટણી જીતવા એડિંચોટીનું જોર લગાવી રહી છે. દરેક પક્ષ મતદારોને રીઝવવા ઉમેદવારો પક્ષના સ્ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પ્રચાર માટે મેદાને ઉતારી રહ્યા છે, ત્યારે ભાજપે પણ પોતાના દિગ્ગજ નેતાઓને ગુજરાતના રણ મેદાનમાં ઉતારી દીધા છે. જ્યાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.ન્ડ્ડા,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ જાહેરસભા સંબોધી ગુજરાતને ગુંજવી રહ્યાં છે. ત્યારે ગુજરાતની આ ચૂંટણીમાં ભાજપનો ડંકો વગાડવામાં ગુજરાતના આ સ્ટાર પ્રચારકો કેટલું યોગદાન આપશે તે જોવું રહ્યું

ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યા છે. દરેક પક્ષ મતદારોને રીઝવવા ઉમેદવારો પક્ષના સ્ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પ્રચાર માટે મેદાને ઉતારી રહ્યા છે, ત્યારે ભાજપે પણ પોતાના દિગ્ગજ નેતાઓને ગુજરાતના રણ મેદાનમાં ઉતારી દીધા છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દસાડામાં જાહેરસભાને સંબોધી હતી. ત્યારબાદ બારડોલી ખાતે અત્યારે તેઓ જાહેરસભાને સંબોધવા પહોંચી ગયા છે અને જનમેદનીને સંબોધી રહ્યાં છે.

બારડોલીથી અમિત શાહનું લાઈવ સંબોધન

 • બારડોલીના કેદારેશ્વર મહાદેવને નમન કરી હું મારી વાતની શરૂઆત કરુ છું
 • મહાત્મા ગાંધીએ બારડોલી સત્યાગ્રહમાં સરદારનું ખમીર જોઈ તેઓની પસંદગી કરી હતી
 • સરદાર પટેલની આગળ સરદાર સાહેબ લગાડવાનું કામ દેશની જનતાએ કર્યું
 • સરદારનાં નામના ભૂષવા કોંગ્રેસે કોઈ કસર નથી છોડી
 • સરદાર પટેલને કોઈ ભારત રત્ન ન મળે તેવી કામગીરી નહેરુ પરિવારે કર્યું છે
 • નહેરુના પરિવારની કોંગ્રેસ ગઈ અને ભાજપની સરકાર આવી
 • કોંગ્રેસીઓ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે જ બહાર આવે છે
 • એક કોંગ્રેસીયાનો ફોટો લાવો જેને સરદારના પગમાં પુષ્પાંજલિ અર્પી હોય
 • વંશવાદથી ચાલતી પાર્ટી ક્યારેય દેશની લાગણીને ન સમજી શકે
 • ભાજપમાં વ્યક્તિનું મેરીટ જોવાય છે અને કોંગ્રેસમાં પરિવારવાદ જોવાય છે
 • ભાજપે આ પરિવર્તન કરવાની શરૂઆત કરી છે
 • 1995માં કોંગ્રેસનું રાજ હતું ત્યારે ગામડાઓના 24 કલાક વિજળી આવતી હતી...???
 • આજે 24 કલાક વીજળી આપવાનું કામ ભાજપની મોદી સરકારે કર્યું છે
 • સુરતને કચરાના ઢગલામાં બદલી નાખ્યું હતું. એ સુરતની મુરત ભાજપે બદલ્યું
 • સુરતને મેટ્રો ભાજપની સરકારે આપી
 • સુરતમાં એરપોર્ટ આપવાનું કામ ભાજપે કર્યું
 • બારડોલીના પટેલોએ વિશ્વમાં નામ કર્યું છે
 • સુરતથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ ટુંક સમયમાં ઉડશે
 • 370ની કલમને 70 વર્ષથી કોંગ્રેસ પોતાના ખોળામાં બાળકની જેમ રમાડતા આવ્યા
 • શ્યામાપ્રસાદ મુખરજીનાં સ્વપ્નને મોદીજીએ પૂરું કર્યું
 • નરેન્દ્ર મોદીના કારણે આજે કાશ્મીરમાં સાનથી તિરંગો લહેરાય છે
 • બસપા, આપ, અન્ય પક્ષના લોકો કાશ્મીરના મુદ્દે લોકસભામાં કાવ કાવ કરતા હતા
 • 10 વર્ષ સુધી સોનિયા ગાંધી અને મનમોહનનું રાજ ચાલ્યું હતું
 • એ સમય પાકિસ્તાનથી આલિયા માલિયા જમાલિયા દેશના સૈનિકોના માથા કાપીને લઈ જતા હતા
 • ભાજપની સરકાર આવી એટલે પાકિસ્તાનમાં જઇ તેઓનો ખુરડો બોલાવી જવાનોને પાછા લાવ્યા
 • કોંગ્રેસીયાઓ અમથા અમથા બોર્ડ લગાવે છે, કામ બોલે છે...કામ બોલે છે
 • દરેક ગામમાં વીજળી, પાણી અને રસ્તા ભાજપે આપ્યા.
 • ગુજરાતમાં કામ તો થયું છે, પણ આ કામના નીચે પંજો ખોટો છે...આ તમામ કામો કમળે કર્યા છે

દસાડાથી અમિત શાહે સભા સંબોધી

 • અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લીધી
 • નરેન્દ્ર મોદીએ કચ્છના ખાવડા અને બનાસકાંઠાના વાવ સુધી પાણી પહોંચાડ્યું
 • આપણા પંથકમાં પીવાનું પાણી, સિંચાઈનું પાણી ભાજપે પહોંચાડ્યું
 • કોંગ્રેસ ખાલી બોલે છે, જયારે ભાજપ કાર્ય કરીને બતાવે છે
 • કોંગ્રેસના રાજમાં દસાડામાં કોમી તોફનો થતાં, જ્યારે ભાજપની સરકાર આવ્યા પછી બધુ બંધ થઈ ગયુ
 • ​​​અયોધ્યા મંદિર માટે અનેક લોકોએ બલિદાન આપ્યું
 • કોંગ્રેસે મંદિરનો મામલો કોર્ટમાં લટકાવી રાખ્યો હતો
 • પરંતુ 1લી જાન્યુઆરી 2024એ ભગવાન રામનું મંદિર લોકો માટે ખુલ્લુ મુકાશે
 • ભાજપે આંબેડકરનું સ્મારક બનાવ્યું
 • ખેડુતોને તેમના પાકનો સારામાં સારો ભાવ મળ્યો

ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યા છે. દરેક પક્ષ મતદારોને રીઝવવા ઉમેદવારો પક્ષના સ્ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પ્રચાર માટે મેદાને ઉતારી રહ્યા છે, ત્યારે ભાજપે પણ પોતાના દિગ્ગજ નેતાઓને ગુજરાતના રણ મેદાનમાં ઉતારી દીધા છે. જ્યાં ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથે દ્વારકા, રાપર અને ધ્રાંગધ્રામાં જાહેરસભાને સંબોધી હતી.

યોગી આદિત્યાનાથનું ધ્રાંગધ્રામાં સંબોધન

 • મોરબી દૂર્ઘટના પર યોગીએ દુઃખ વ્યક્ત કર્યું
 • આમ આદમી પાર્ટી કોંગ્રેસની જ કાર્બન કોપી છે, રોજ રોજ નવા કૌભાંડ સામે આવે છે
 • આમ આદમી પાર્ટીએ દિલ્લીને ખરાબ કરી નાખી છે
 • હું તમારી પાસે વોટ માંગવા આવ્યો છું. ના પંજો, ના સાવરણી આ વખતે ખાલી કમળ જ
 • દુનિયાના 20 મોટા દેશોનું 1 વર્ષ અધ્યક્ષ ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરશે
 • નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની એક નવી કહાની લખી રહ્યું છે
 • ભ્રષ્ટાચાર, રાષ્ટ્રવાદ, ગુંડાગર્દીએ કોંગ્રેસની ઓળખ છે
 • કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ ના કરતાં

યોગી આદિત્યાનાથનું દ્વારકામાં સંબોધન

 • દેશ આઝાદીનું અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે
 • આજે ભારતે ઈંગ્લેન્ડને પછાડીને 5મોં ક્રમાંક હાંસલ કર્યો છે
 • આજે ભારત વિકાસ નવી ઉંચાઈઓને પ્રાપ્ત કરી રહ્યું છે
 • મોદીના નેતૃત્વમાં ભારતની સિમા સુરક્ષિત છે
 • દેશમાં આતંકવાદ, નક્સલવાદ નાબૂદ થવા પર છે
 • મોદીના નેતૃત્વમાં ભારતનું એક વિકાસીત દેશ તરીકે નિર્માણ થઈ રહ્યું છે
 • 1 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરના નિર્માણ ભારતના રાષ્ટ્રીય ગૌરવનું મંદિર હશે
 • કોરોના કાળમાં ફ્રિમાં રસી, ફ્રિમાં અનાજ ડબલ એન્જિનની સરકારે જ આપી છે
 • કોંગ્રેસની સરકાર હોત તો, ના મફતમાં રસી મળી હોત, ના ફ્રિમાં લોકોને અનાજ
 • કોંગ્રેસ ભારતનો વિકાસ કરી શકે તેમ નથી, તો કેમ કોંગ્રેસને પસંદ કરવી જોઈએ
 • ઉત્તરપ્રદેશમાં 25 કરોડની વસ્તી છે, 403 વિધાનસભા સીટ છે
 • ઉત્તરપ્રદેશમાં હમણા થયેલી ચૂંટણીમાં 403માંથી કોંગ્રેસને ફક્ત 2 સીટ મળી હતી
 • રામનામ સત્ય માટે પણ ટેકનિકલી 4 લોકો જોવે, કોંગ્રેસ જોડે તો એ પણ નથી
 • આમ આદમી પાર્ટી કોંગ્રેસની જ કાર્બન કોપી છે, રોજ રોજ નવા કૌભાંડ સામે આવે છે
 • આમ આદમી પાર્ટીએ દિલ્લીને ખરાબ કરી નાખી છે
 • હું તમારી પાસે વોટ માંગવા આવ્યો છું. ના પંજો, ના સાવરણી આ વખતે ખાલી કમળ જ
 • ડબલ એન્જિનની સરકાર દેશને જે રીતે વિકાસની ગતી પર આગળ વધારી રહી છે તે યથાવત રહે તે માટે ભાજપને વોટ આપજો
 • અહિંયા વિકાસની દરેક ઈમારત પર નરેન્દ્ર મોદીનું નામ લખેલું છે

યોગી આદિત્યાનાથનું રાપરમાં સંબોધન

 • કોંગ્રેસે સરદાર પટેલને ક્યારેય સનમાન નથી આપ્યું,
 • ભાજપે સરદાર પટેલને સનમાન પણ આપ્યું અને તેમનું ભવ્ય સ્ટેચ્યુ પણ બનાવડાવ્યું
 • આજે ભારત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની નવા શિખર સર કરી રહ્યું છે
 • કોંગ્રેસ ભારત જોડો યાત્રા કરી રહી છે, જે ભારત જોડો નહીં ભારત તોડો યાત્રા છે
 • કોંગ્રેસના નેતાઓ સ્ટેજ પર જઈને રાષ્ટ્રગીતની જગ્યાએ અલગ અલગ ગીતો વગાડે છે
 • આઝાદીના અમૃત મહોત્સવમાં ઘરે ઘરે તિરંગા લગાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે
 • દુનિયાના 20 મોટા દેશોનું 1 વર્ષ અધ્યક્ષ ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરશે
 • નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની એક નવી કહાની લખી રહ્યું છે
 • ભ્રષ્ટાચાર, રાષ્ટ્રવાદ, ગુંડાગર્દીએ કોંગ્રેસની ઓળખ છે
 • કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ ના કરતાં

જરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યા છે. દરેક પક્ષ મતદારોને રીઝવવા ઉમેદવારો પક્ષના સ્ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પ્રચાર માટે મેદાને ઉતારી રહ્યા છે, ત્યારે ભાજપે પણ પોતાના દિગ્ગજ નેતાઓને ગુજરાતના રણ મેદાનમાં ઉતારી દીધા છે. જ્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ બોટાદમાં જાહેરસભાને સંબોધી હતી.

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.ન્ડ્ડાનું સંબોધન

 • દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીની લડત આપણે ભુલી ના શકીએ
 • દેશને એક કરવામાં સરદાર પટેલની ભૂમિકા આપણે ના ભુલી શકીએ
 • ભારતનો વિકાસ કરવામાં નરેન્દ્ર મોદીની ભૂમિકા પણ આપણે ના ભુલી શકીએ
 • કોંગ્રેસે ભાઈ-ભાઈ વચ્ચે દેશ-દેશ વચ્ચે રાજનીતિ કરી છે
 • નરેન્દ્ર મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ કરીને દેશને આગળ વધાર્યો છે
 • ભારતનો પાંચ ગણો વિકાસ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે
 • ગઢડાનો વિકાસ કરવામાં નરેન્દ્ર મોદીનો સૌથી મોટો હાથ છે
 • 1 તારીખે કમળને જ ભરી ભરીને વોટ આપી જીતાડવા અપીલ કરી
 • તમે લોકોએ મોદીજીને પ્રધાનમંત્રી બનાવ્યા અને તેમણે મને સ્વાસ્થય મંત્રી બનાવ્યો
 • મોદીજીએ મને કહ્યું હતું કે, નડ્ડાજી કોઈ ગરીબ માણસ ક્યારેય સ્વાસ્થય સેવાથી વંચિત ના રહે
 • મોદીજીએ 5 લાખ રૂપિયાની આયુષ્યમાન સહાય કાર્ડ યોજનાની શરૂઆત કરી
 • કોઈપણ ગરીબ માણસ હોસ્પિટલમાં જઈને સારવાર કરાવે છે અને મોદીજી તેના સારવારના પૈસા યોજના થકી મોકલી આપે છે
 • અત્યારે ગુજરાતમાં કોઈપણ ગરીબ માણસ આયુષ્યમાન યોજનાથી વંચિત નથી
 • કોંગ્રેસવાળા 20 વર્ષ પહેલા કહેતા હતાં કે, ઈન્દિરા ગાંધી અમુક પૈસા મુકતા ગયા હતા તેનાથી લોકોના ઘર બની રહ્યાં છે
 • IMF કહે છે, ભારતમાં 1%થી પણ નીચે ગરીબ રેખા પહોંચી ગઈ છે
 • મોદીજીએ દરેક ગરીબને અનાજ, ઘર આપીને ગરીબોની જરૂરિયાત પૂરી પાડી છે
 • પહેલા લાકડાના ચૂલાથી બહેનો રસોઈ ઘર ચલાવતી હતી, અત્યારે 11 કરોડ સિલિન્ડર લોકોના ઘર-ઘરમાં પહોંચાડ્યા છે
 • પહેલા બહેનોને ખુલ્લામાં શૌચાલ્ય જવું પડતું હતું, આત્યારે 11 કરોડ ઘરમાં શૌચાલ્ય બનાવ્યા છે નરેન્દ્ર મોદીએ
 • આજે દરેક ઘરમાં 24 કલાક પાણીની વ્યવસ્થા નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલની સરકારે કરી છે
 • કોંગ્રેસ પાર્ટી પર શું વિચાર કરવું, કોંગ્રેસ પાર્ટીના પરનાના ભારતને તોડીને ગયા છે.
 • કોંગ્રેસ પાર્ટી ભારત તોડવા વાળા આજે ભારત જોડોની વાત કરે છે
 • ભારત જોડવાનું કામ તો નરેન્દ્ર મોદીએ કર્યું છે, કોંગ્રેસ તો ખાલી વાતો કરે છે
 • રાહુલ ગાંધી થોડા દિવસો પહેલા મેધા પાટકર સાથે ફરતાં હતાં, જેમણે સરદાર સરોવર નહોતું બાંધવા દેવું
 • અત્યારે એક નવી પાર્ટી ગુજરાતમાં આવી છે, જે પંજાબ, દિલ્લીની એડવર્ટાઇઝમેન્ટ ગુજરાતમાં કરે છે
 • દરેક નિશાનને છોડીને ભાજપના કમળને જ વોટ આપવાનો છે
અન્ય સમાચારો પણ છે...