તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોટાદ જિલ્લામાં ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવતા કાર્યકરોમાં ખુશી છે. બોટાદ જિલ્લા ભાજપ હોદ્દેદારોની નિમણૂંક તા.4/12/20નાં રોજ કરવામાં આવી હતી. જેમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખુભા વાઘેલાની નિમણૂંક કરવામાં આવી હતી. જિલ્લા ભાજપની નિમણૂંક કર્યા બાદ જિલ્લા પ્રમુખ ભીખુભા વાધેલા દ્વારા જુદા જુદા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં ઉપપ્રમુખ તરીકે ગૌતમભાઈ બી. ખસીયા, ભોળાભાઈ પી.રબારી, સી.બી ખંભાળિયા, જામસંગભાઈ પરમાર, ગણેશભાઈ જીડિયા, બીનાબેન મહેતા, કનકબેન સાપરાં, અરૂણાબેન રાઠોડ તેમજ મહામંત્રી તરીકે બ્રીજરાજસિંહ ઝાલા, અરવિંદભાઈ વનાળિયા, પોપટભાઈ અવૈયા તથા મંત્રી તરીકે હંસાબેન વનાણી, પાલાજીભાઈ પરમાર, રમેશભાઈ વાઘાણી, હંસાબેન બી.મેર, રમેશભાઈ જાંબુકિયા, અશોકભાઈ મેર (સમ્રાટ), નીતાબેન લાખાણી, મયુરભાઈ પટેલ અને કોષાધ્યક્ષ તરીકે બીનાબેન રાણપુરા ની નિમણુંક કરવામાં આવી હતી.
આ નિમણૂંક ને ભાપના તમામ કાર્યકર્તાઓએ હર્ષભેર વધાવી તમામ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. બોટાદ જિલ્લામાં ભાજપનું તમામ માળખું વિખેરી નાખી નવેસરથી નિમણૂક કરવામાં આવતા ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી જન્મી છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.