રાજકારણ:ગઢડા-ઉમરાળા વિધાનસભાની અનામત બેઠક માટે ભાજપે મહંતને મેદાનમાં ઉતાર્યા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેન્સ પ્રક્રિયામાં આત્મારામ પરમાર છતાં અકલ્પનીય નિર્ણયથી આંચકો
  • બેઠક ઉપર વિરોધનું વાતાવરણ ખાળવા ભાજપનો આકરો નિર્ણય, આત્મારામ પરમાર ગ્રુપમાં નારાજગી

વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઉમેદવારોની પસંદગી માટે ભાજપ તરફથી સેન્સ પ્રક્રિયા પછી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની આખરી યાદી જાહેર થતાં કહી ખુશી કહી ગમના માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ તરફથી વધુ એકવાર આકરા નિર્ણયો લેવાની પરંપરા જાળવીને કેટલીક બેઠકો ઉપર કલ્પના બહાર નિર્ણયો જાહેર કરીને ભાજપની બેઠકો જાળવી રાખવા માટે માસ્ટર સ્ટ્રોક માર્યો હતો.

આ દરમિયાન બોટાદ અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં આવેલી ગઢડા - ઉમરાળા અનામત જાહેર 106 વિધાનસભા બેઠક માટે સતત 1995થી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવતા આત્મારામભાઈ પરમારના સ્થાને રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ઝાંઝરકા જગ્યાના મહંત શંભુનાથજી ટુંટીયાને મધરાતે ફોન કરીને ગઢડા બેઠક લડવા સૂચના આપી, ઉમેદવારની યાદીમાં નામ જાહેર કરવામાં આવતાં ગઢડા ઉમરાળા બેઠક માટે કલ્પના બહારના નામની જાહેરાત કરવામાં આવતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

સતત 1995થી ગઢડા બેઠક ઉપર ચૂંટાઈ આવતાં ધારાસભ્ય આત્મારામ પરમાર 5 હજારથી 23 હજાર મતોની સરસાઇથી જીત પ્રાપ્ત કરતા આવ્યા છે. આ બેઠક ઉપર વર્ષ 2012 અને 2017 માં કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણ મારૂએ 2 વાર જીત હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. ગત વર્ષ 2017 માં કોંગ્રેસ ના પ્રવિણ મારૂએ 9 હજાર જેટલા મતોથી આત્મારામ પરમાર સામે જીત મેળવ્યા બાદ ચાલુ ટર્મ દરમિયાન ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ કર્યું હતું.

આ રાજીનામાના કારણે વર્ષ 2020 માં આવેલી ચૂંટણીમાં પુનઃ આત્મારામ પરમારે કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકી સામે 23 હજાર જેટલા મતોથી વિજય મેળવી પોતાનું સ્થાન અકબંધ જાળવી લીધુ હતુ. પરંતુ ગઢડા અનામત બેઠક ઉપર આત્મારામ પરમારના ઓછા લોકસંપર્ક અને મોટાભાગના કાર્યકરોથી અલિપ્ત રહેતા હોવાની અને વિસ્તારના પ્રાથમિક વિકાસના કામો માટે ઉદાસીન વલણ હોવાની અને સુરત રહેતા હોય સ્થાનિક કક્ષાએ હાજરી નહી રહેતી હોવાની વિગેરે મુદ્દે અસંતોષ નારાજગીની ફરીયાદો ઉપરના લેવલ સુધી પહોંચી હતી. ત્યારે કાયમ માટે રાજ્કીય પંડીતો માટે અકળ રહેલી ગઢડા બેઠક ઉપર કોઈ જોખમ નહીં ખેડતા નવા ચહેરાની પસંદગી કરી માસ્ટર સ્ટ્રોક માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...