દુર્ઘટના:ટીસીવાળા વીજપોલના ખુલ્લા વાયરને પક્ષીઓ અડતા વારંવાર મોતને ભેટ

બોટાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોલેરામાં ઈલેક્ટ્રિક શોક લાગતાં મોરનું મોત
  • તંત્ર દ્રારા યોગ્ય કાર્યવાહિ કરવા ગ્રામપંચાયત દ્રારા રજુઆત

ધોલેરામાં ટીસી સાથેના વીજપોલ ઉપર ખુલ્લા વાયરોને લીધે વારંવાર પક્ષીઓ અડી જતા મોતને ભેટે છે ત્યારે થોડા દિવસ પહેલા એક મોર આ વિજપોલ ઉપર ખુલ્લા વાયરને અડી જતા મોતને ભેટ્યો હતો ત્યારે બિજો બનાવ બનતા બીજા મોરનું મોત થયુ છે ત્યારે ગ્રામપંચાયત સરપંચ અને ઉપસરપંચ દ્રારા આ વિજપોલ ઉપર ખુલ્લા વાયરને કવર દ્રારા ઢાકવામાં આવે તેવી જી.ઈ.બી તંત્રને રજુઆત કરવામા આવી હતી. મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે માનવામાં આવે છે

ત્યારે અમદાવાદ જિલ્લાના સ્માર્ટ સીટી તરીકે વિકસીત ધોલેરા શહેર કે જ્યા દેશ વિદેશના ઉદ્યોગકારો મુડી રોકાણ કરી રહ્યા છે અને આ શહેર વિકાસનું હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે શહેરના મુખ્ય માર્ગ બાબરીયા શેરી પ્રાથમીક સ્કુલ પાસે બટુકસિંહ ચુડાસમાના મકાન પાસે તેમજ બુધાભાઈના મકાન પાસે શેરીમાં વિજપોલ સાથે ટ્રાન્સફોરમ આવેલ છે આ ટ્રાન્સફોરમના વિજવાયર ખુલ્લા હોવાથી ત્યાં પક્ષીઓ અડી જતા વારંવાર મોત નિપજતા હોય છે થોડા દિવસ પહેલા આ વિજ વાયરને અડી જવાથી મોર નું મૃત્યુ થયુ હતુ તા. 2 સપ્ટેમ્બર ના રોજ વહેલી સવારનાં 5 કલાકે આ ખુલ્લા વાયર વાળા વિજપોલ સાથે રાષ્ટ્રીય પક્ષી મોર અડી જતા તેનું મોત નિપજ્યુ હતુ

આ ઘટનાને લઈ ગ્રામપંચાયત ઉપસરપંચ ઘનશ્યામસિંહ ચુડાસમા દ્રારા જી.ઈ.બી. તંત્રને અને ફોરેસ્ટને જાણ કરતા અધીકારીઓ ઘટના સ્થળે પહોચી પંચનામું કરવામા આવ્યુ હતુ. આ અંગે ધોલેરા ગ્રામપંચાયત ઉપસરપંચ ઘનશ્યામસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે શહેરમાં જી.ઈ.બી.ના પોલ ઉપર 11 કેવી ના ટ્રાન્સફોરમ મુકવામાં આવ્યા છે અને આ વિજપોલ ઉપર ખુલ્લા વિજવાયર હોવાથી વારંવાર પક્ષીઓના મોત થાય છે છેલ્લા 6 મહિનામાં આ બીજા મોરને શોટ લાગવાથી મોટ નીપજ્યુ છે ત્યારે મોટી જાનહાની થાયે તે પહેલા આ ખુલ્લા વિજવાયર ઉપર જી.ઈ.બી. તંત્ર દ્રારા કવર ચડાવવામાં આવે તેવી રજુઆત તંત્રને કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...