આઝાદી કા અમૃત મહોત્સવ:બોટાદ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાઈક રેલીનું સ્વાગત કરાયું

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બાઇક રેલીનું સ્વાગત  ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બાઇક રેલીનું સ્વાગત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
  • પ્રદેશના હોદ્દેદારો દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી જિલ્લાના શહીદોના ઘરની માટી એકત્રિત કરી તેમના પરિવારના સભ્યોનું સન્માન કરાયું

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશ આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા બોટાદ જિલ્લા માંથી પસાર થતા તેનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા બોટાદ શહેરમાંથી પસાર થતાં ભાજપ કાર્યકરોઆ યાત્રામાં જોડાયા હતા.

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ ના અધ્યક્ષ સ્થાને સમગ્ર ગુજરાતમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત તા.17/4/22નાં રોજ બોટાદ જિલ્લાના અડતાળા ગામેથી આ બાઈક રેલીનો પ્રારંભ થયો હતો જેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ રેલી સાંજના પાંચ કલાકે બોટાદ શહેરમાં પ્રવેશતા ગઢડા રોડ ખાતે બોટાદ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રેલી ના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, સૌરભભાઈ પટેલ ધારાસભ્ય બોટાદ અને હાર્દિકસિંહ ડોડીયા મહામંત્રી પ્રદેશ યુવા મોરચાનું પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મહાનુભાવો દ્વારા શહીદોને પુષ્પાંજલિ કરી બોટાદ જિલ્લાના ખસ ગામના શહિદ સહદેવસિંહ અજુભા મોરી અને તરઘરા ગામના શહિદ કરણસિંહ અગરસંગભાઈ ચૌહાણના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ બાઈક રેલીનું નાગલપર દરવાજા ખાતે અને જ્યોતિગ્રામ સર્કલ પાસે વિવિધ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...