તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Botad
 • Big Leaders Cut Off In Botad Municipal Elections, New Faces Given A Chance, Including President, Vice President, Executive Chairman

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:બોટાદ નગર પાલિક ચૂંટણીમા મોટા નેતાઓ કપાયા, નવા ચહેરાને તક, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત પત્તાં કપાયાં

બોટાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 7 ઉમેદવારોમાંથી 3 કોંગ્રેસમાથી ભાજપમા ભળેલાને રિપિટ કર્યા

સ્થાનિક સ્વરાજયની ચુંટણીના મંડાણ મંડાય ગયા છે ત્યારે બોટાદ જિલ્લામા યોજાનાર જીલ્લા પંચાયત તેમજ ચાર તાલુકા પંચાયત બરવાળા, બોટાદ, રાણપુર અને ગઢડા તેમજ બે ન.પા બોટાદ અને બરવાળાના ભાજપના ઉમેદવારોની યાદી પક્ષ દ્વારા જાહેર કરી દેવામા આવી છે ત્યારે જિલ્લાના મોટા ગજના નેતા અને રાજકિય અઠંગ ધુરંધરોના પત્તા કપાતા જિલ્લામા રાજકિય ગરમાવો આવી ગયો છે.

જેમા બોટાદ જિલ્લા પંચાયતમા ગત ટર્મમા 20 સીટ માંથી માત્ર જાળીલાની એક સીટ ભાજપને મળી હતી બાકિની તમામ 19 સીટો ઉપર કોંગ્રેસનો વિજ્ય થયો હતો અને જિલ્લા પંચાયતની સત્તા કોંગ્રેસે સંભાળી પાંચ વર્ષ પુર્ણ કર્યા હતા.

આ પાંચ વર્ષમા ઘણા સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમા પ્રવેશ્યા હતા તેમ છતા કોંગ્રેસે પાંચ વર્ષ પુર્ણ કર્યા હતા ત્યારે આવનાર ચુંટણી માટે જીલ્લા પંચાયતની સીટના તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે.

બોટાદ ન.પા.ના ઉમેદવારોની યાદી જાહેર થતા વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ, બાંધકામ સમિતિ ચેરમેન સહિત તમામ ચેરમેનોના પત્તા કપાયા માત્ર સેનટરી ચેરમેન સહિત સાત સભ્યોને રીપીટ કરવામા આવ્યા છે જેમાંથી ત્રણ સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમા પ્રવેશ્યા હતા તેમને પક્ષે તક આપી છે વોર્ડ નં. 9 મા 1 મહીલા ઉમેદવાર સીવાયના તમામ 43 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામા આવી છે જેમા 37 નવા ચહેરાને તક આપવામા આવી છે. ત્યારે શુ? ભાજપ આ સત્તા ટકાવી રાખશે કે પછી સત્તામા પરીવર્તન આવશે તે તો મતદારોનો મીજાજ જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો