આજ રોજ ભક્તરાજ દાદા ખાચર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ગઢડા(સ્વા.)નાં NSS વિભાગની વાર્ષિક શિબિરનાં બીજા દિવસે રળિયાણા મુકામે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વાર્ષિક શિબિર-4નાં બીજાં દિવસની શરૂઆત પ્રભાતફેરી સાથે થઈ હતી. ત્યારબાદ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ થયું હતું. સવારનાં નાસ્તા પછી ગામની મુખ્ય બજારોમાં શ્રમકાર્ય કરી ગ્રામજનોને સ્વચ્છતાની પ્રેરણા આપી હતી. બપોરનાં ભોજન બાદ બૌધિક સત્રમાં સંજય ઠાકર, મનીષ રાજ્યગુરુ અને પિનાકીન જોષીએ આઝાદીનાં 5 પ્રકલ્પ અંતર્ગત 'પર્યાવરણ અને જળ સંરક્ષણ'ને કેન્દ્રમાં રાખી સાહિત્ય, ઈતિહાસ અને ગીતાજી વિશે રસપ્રદ વકતવ્યો આપ્યાં હતાં.
સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન સંજય પરમારે કર્યું
બૌધિક સત્રનું સંચાલન સ્વયંસેવક અમિષા સરલિયાએ કર્યું હતું. ત્યાર બાદ શિબિરાર્થીઓ ગ્રામસર્વે માટે અને ગ્રામ જીવનથી પરિચિત થવા માટે ગ્રામ યાત્રાએ નીકળ્યા હતા. ગ્રામયાત્રા પછી રાત્રી ભોજન અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસ્તુત થયેલાં નૃત્યોનો ગ્રામજનો અને શિબિરાર્થીઓએ આનંદ લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન સંજય પરમારે કર્યું હતું. રાત્રીસભામાં શિબિરાર્થીઓએ પોતાનાં અનુભવો અને બીજાં દિવસનો અહેવાલ રજૂ કર્યો હતો. સમગ્ર શિબિરનું આયોજન અને સંચાલન NSS વિભાગ વતી ડૉ. વિરેન પંડ્યા તથા પ્રો. કોમલ શહેદાદપુરીએ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.