સૂચના:ખેતરમાં તારની વાડમાં શોક મૂકનારા સાવધાન

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમકસ્માત થશે તો તેની જવાબદારી જગ્યાના માલિકની રહેશે: વીજકંપની

બોટાદ જિલ્લામાં પાકના રક્ષણ માટે કાંટાળી તારની વાડમાં ઈલેક્ટ્રિક શોર્ટ મુકવાથી માનવીઓ તથા પ્રાણીઓના મોતની વધેલી ઘટનાને લઈ વીજ તંત્રએ આવા કૃત્ય કરનારાઓને ગંભીર ચેતવણી આપી છે. જેમાં જણાવાયું હતું કે, છેલ્લા ઘણા સમયથી ખેતરોમાં પાકના રક્ષણ માટે તારની વાડ(ફેન્સીંગ)માં વીજ જોડાણમાંથી ગેરકાયદેસર વાયર લગાવી પ્રાઈવેટ શોર્ટ મુકવાને કારણે બોટાદ જિલ્લામાં માનવી તથા પ્રાણીઓના વીજ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વીજ જોડાણમાંથી આવા શોર્ટ મુકવા ગેરકાયદેસર તેમજ અનાધિકૃત છે અને તે વીજ અધિનિયમ હેઠળ ગુનો બને છે.

આ ઉપરાંત જો આવા કારણોસર કોઈ વીજ અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આવા બિન અધિકૃત શોર્ટ મુકનાર, જગ્યાના માલિકની રહેશે અને ઈન્ડિયન પિનલ કોડ મુજબ હત્યાનો ગુનો બને છે.જેની જાહેર જનતાને ગંભીર નોંધ લેવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ,વર્તુળ કચેરીનાં અધિક્ષક ઇજનેરે જણાવ્યું હતું. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...