શિક્ષક દિન ઉજવણી:બોટાદ નગરપાલિકા હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન તેમજ ચેક વિતરણ કરાયા; અધિકારી તેમજ પદાધિકારી ઉપસ્થિત રહ્યાં

બોટાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત રત્ન ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીની જન્મ જ્યંતી નિમિતે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે ઉજવાયેલ શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ટ શિક્ષક તરીકે કામગીરી કરતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. જેમાં બેસ્ટ તાલુકા શિક્ષકને સન્માન સાથે રૂપિયા 5000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તો જિલ્લાના શ્રેષ્ટ શિક્ષકને સન્માન સાથે રૂપિયા 15 હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ અન્ય રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.

બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ વિરાણી દ્વારા શિક્ષક વિશે અને શિક્ષકના મહત્વ વિશે અને સમાજમાં શિક્ષકનું શું સ્થાન છે. તેના વિશે વાત કરી તો આજના શિક્ષક દિન નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા શિક્ષણ અધિકારી ધારા પટેલ, બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ પટેલ, તેમજ નગરપાલિકા શિક્ષણ સમિતિ ના ચેરમેન પ્રતીક વડોદરિયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...