પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના:બોટાદ જિલ્લાના 8 સ્થળે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાશે

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

17 મી સપ્ટેમ્બર, 2021ને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમનું આયોજન કરાયું છે. બોટાદ જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.૦ લાભાર્થીઓને ગેસ કીટ વિતરણ, SBM સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત સ્વચ્છતા ઝૂંબેશ અંગેની કામગીરી, બાલસખા યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, 100% રસીકરણવાળા ગામોના સરપંચો સન્માન સહિત જુદાં જુદાં 8 સ્થળે કાર્યક્રમ યોજાશે.

બોટાદ નગરપાલિકા ખાતે કાર્યક્રમ, ગઢડા નગરપાલિકા ખાતે એક, બરવાળા નગરપાલિકા વિસ્તારમાં એક કાર્યક્રમ યોજાશે. દરેક તાલુકા વિસ્તારમાં 1-1 કાર્યક્રમ થઈ કુલ 8 સ્થળે કાર્યક્રમો યોજાશે. બોટાદ નગરપાલિકા વિસ્તારમાં નાનાજી દેશમુખ હોલ, નગરપાલિકા ખાતે તથા કવિશ્રી બોટાદક કોલેજ પાળીયાદ રોડ ખાતે યોજાશે, ગઢડા નગરપાલિકા વિસ્તારમાં કમલમ હોલ નગરપાલિકા ખાતે, બરવાળા નગરપાલિકામાં કમલમ હોલ ખાતે યોજાશે. બોટાદ તાલુકામાં પૂ.વિસામણબાપુની જગ્યા પાળીયાદ ખાતે, ગઢાડા તાલુકામાં પટેલ સમાજની વાડી, માંડવધાર ખાતે, બરવાળા તાલુકામાં શ્રી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સાળંગપુર ખાતે, રાણપુર તાલુકામાં તાલુકા પ્રાથમિક શાળા ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...