વિવાદ:વાહન ચલવવા અંગે ઠપકો આપતા યુવકને માર માર્યો

બોટાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બરવાળાના કાપડિયાળી ગામનો બનાવ
  • છકડો રિક્ષા કાર સામે લઇ જતાં ચાલકને ઊભો રાખી ઠપકો આપ્યો હતો

બરવાળા તાલુકાના કાપડીયાળી ગામે રહેતા ભરતભાઈ કવાભાઇ મેરે વાહન ચલવવા બાબત અશ્વની પ્રવીણભાઈ મેરને ઠપકો આપતા ત્રણ લોકોએ મળીને ભરતભાઈ મેરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બરવાળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બરવાળા તાલુકાના કાપડીયાળી ગામે રહેતા ભરતભાઈ કવાભાઇ મેર તા.૩/૧૦/૨૧ ના રોજ બપોરનાં સમયે પોતાની અલ્ટો ગાડી લઈને કાપડીયાળીથી બરવાળા જતા હતા.

તે દરમિયાન કાપડીયાળી ગામનો યુવક અશ્વિન પ્રવીણભાઈ મેરે છકડો આવતો હતો અને છકડો રીક્ષા ભરતભાઈની ગાડી ઉપર નાખતા ભરતભાઈએ અશ્વિનને ઉભો રાખવાથી ઠપકો આપ્યો હતો જે બાબતે અશ્વિન પ્રવીણભાઈ મેર, વિજય ભરતભાઈ મેર અને ચેતન ગોબરભાઈ મેર ત્રણેયે ભરતભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભરતભાઈ કવાભાઇ મેરે બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...