તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બરવાળા પોલીસે 1 દિવસમાં વૈયા અને ગુંદા ગામમાંથી 16 જુગારીને ઝડપ્યા

બોટાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બરવાળા પોલીસની જુગારીઓ સામે લાલ આંખ : જુગારીઓ પાસેથી પોલીસે રૂ. 1,55,610નો મુદ્દામાલ કબ્જે કર્યો, જુગારીઓમાં ફફડાટ

બરવાળા પોલીસે એજ દિવસમા બરવાળા તાલુકાના વૈયા, બરવાળા અને ગુંદા ગાએમ પૂર્વ બાતમીના આધારે રેઇડ પાડી વૈયા ગામથી જુદી જુદી બે જગ્યાએથી 7 જુગારીઓને રૂ.15120, ગંદા ગામે વાડીએથી 8 જુગારીઓને રૂ. 1,39,440 ના મુદ્દામાલ અને બરવાળામાથી એક જુગારીને રૂ. 1050 સાથે ઝડપી પાડી તમામ જુગારીઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બરવાળા પોલીસ સ્ટાફના માળસોને મળેલી પૂર્વ બાતમીના આધારે તા.29/3/21ના રોજ સાંજે 5 કલાકે બરવાળા તાલુકાના ગુંદ્દા ગામની સીમમા પ્રવિણભાઇ નાનભાઇ ખાચારની વાડીએ ઓરડીમા રેઇડ પાડી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા 8 ઇસમોને ઝડપી રૂ. 1,39,440ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

જેમા રાજેશ પ્રવિણભાઇ ખાચર રહે.ગુંદા, મનુ ઠાકરશીભાઇ ચૌહાણ રહે.બોટાદ, જ્યવતભાઇ શાંતુભાઇ ખાચર રહે. ગુંદા મનુ નાનજીભાઇ મકવાણા, રિજવાન જુસબભાઇ કળગથરા, રાજુ ભીખાભાઇ મકવાણા, ગભરૂ વિક્રમભાઇ પટગીર, ભરત પ્રવિણભાઇ ખાચર રહે. ગુંદાવાળાને બરવાળા પોલીસે ઝ્ડપી કાર્યવાહી હાથ ધરી છે. બીજી રેઇડ બરવાળા પોલીસે વૈયા ગામ જવાના કાચા માર્ગે નર્મદાની પેટા કેનાલ પાસે પાડતા હસુ કરશનભાઇ ડાબસરા, રજની નારસંગભાઇ ડાબસરા, ભગવાન નારાયણભાઇ ડાબસરાને રૂ. 4520ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

જ્યારે વૈયા ગામની સીમમા બીજી રેઇડ પાડતા બળવંત ધીરૂભાઇ ડાબસરાની વાડીએ ઓરડીમાં જુગાર રમતા 4 જુગારીને પોલીસે રૂ. 10600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જેમા બળવંત ધીરૂભાઇ ડાબસરા, કલ્પેશ નાનુભાઇ ડાબસરા, કાળુ અરજણભાઇ વલાણીયા, રાજુ ઇશ્વરભાઇ કોગતીયાને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બરવાળા ખાતે શક્તિમાના ઓટલા પાસે લીમડાના ઝાડ નીચે ખુલ્લામા જાહેરમાં બે માણસો માળેને ગંભીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા એક જુગારીને ઝડપી પાડ્યો હતો જેમા ઘનશ્યામ માનસંગભાઇ શિહોરાને પોલીસ રૂ. 1050 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો