તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાઈરલ:બરવાળા હોમગાર્ડ ઈન્ચાર્જ કમાન્ડર અને ક્લાર્કનો દારૂ પીતો વીડિયો વાઈરલ

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓફિસમાં જ બેસી દારૂ પીતા વીડિયોમાં દેખાય છે
  • વીડિયો અંગે એસ.પી. હર્ષદ મહેતાએ જણાવ્યું કે, આ વીડિયો 1 વર્ષ જૂનો છે એ તેની તપાસ શરૂ કરાઈ છે

બોટાદ જિલ્લાના બરવાળા શહેરનાં હોમગાર્ડ ઓફીસમાં ઈ.ચા. કમાન્ડર અને હોમગાર્ડ ક્લાર્ક દારૂ પીતા હોવાનો વિડીયો વાઇરલ થતા જેથી જાણ એસ.પી.ને થતા આ બંને વિરૂદ્ધ તપાસનાં આદેશો બરવાળા પી.એસ.આઈ.ને આપ્યા હતા.

બરવાળા હોમગાર્ડ ઓફીસમાં રાત્રી દરમિયાન બરવાળા હોમગાર્ડ ઈ.ચા. કમાન્ડર રામજીભાઈ ગામી અને ક્લાર્ક કિરણભાઈ એમ.સોલંકીનો દારૂ પીતો વિડીયો અજાણ્યા માણસ દ્વારા બોટાદ જિલ્લા પોલીસ વડાને મોકલતા તાત્કાલિક ધોરણે બોટાદ એસ.પી. હર્ષદ મહેતાએ તપાસનો આદેશ બરવાળા પી.એસ.આઈ. પ્રજાપતિને કરતા તાત્કાલિક અસરથી આ બન્ને હોમગાર્ડ કર્મચારીને છુટા કરી દેવાયા હતા. બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાનો રૂબરૂ સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ વીડિયો એક વર્ષ જુનો છે અને આ બંને વિરૂદ્ધ તપાસનો આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...