તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:રાણપુરના બરાનીયા અને પાટણા 100% રસીકરણયુક્ત

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંભવિત ત્રીજી લહેરને લઇ રસીકરણ, વર્ગ -1 અને 2 ના અધિકારીઓને નોડલ અધિકારી તરીકેની ફરજ સોપાઈ

કોરોના સંક્રમણ સામે સુરક્ષિત રહેવા તેમજ સંક્રમણ અટકાવવા માટે કોરોના પ્રતિરોધક રસી એ જ એકમાત્ર સંજીવની ઇલાજ છે. કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા અસરકારક રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી અંતર્ગત કલેક્ટર તુષાર સુમેરાના સીધા નેતૃત્વ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રસીકરણ કામગીરી માટે જિલ્લાના વર્ગ-1 અને વર્ગ -2 ના અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સો ટકા રસીકરણયુક્ત જિલ્લાની સંકલ્પનાને સાકાર કરવા રાણપુર તાલુકાના બરાનીયા અને પાટણા ગામ ખાતે ઘરનો સર્વે કરી રસીપાત્ર નાગરિકોની સંકલિત અદ્યતન યાદી તૈયાર કરી રસીકરણ કાર્યક્રમો માટે સરપંચશ્રી તથા આગેવાનો સાથે બેઠક કરી રસીકરણ અન્વયેની ગેરમાન્યતાઓ અને અફવાઓ માટે સમાજ શ્રેષ્ઠીઓ અને આગેવાનોને સાથે રાખી રુબરુ મુલાકાત કરી જાગૃતિ કાર્યક્રમો હાથ ધરી રસીકરણ કરવામાં આવ્યું હતું.

નોડલ અધિકારી દ્વારા નવતર અભિગમ અને સર્જનાત્મક કાર્યપધ્ધતિ અપનાવી રસીકરણ મહા અભિયાનની ઉજવણીમાં ગામના તમામ નાગરિકો હર્ષ અને ઉત્સાહ સાથે સામેલ થઈ સો ટકા રસીકરણ થકી અન્ય ગામ માટે પ્રેરણા બને તેવા સંનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવામાં આવતા ગામ ખાતેના રસી પાત્ર 18 વર્ષથી વધુ ઉમંરના લોકોનું સો ટકા રસીકરણ કરવામાં આવ્યું હતું. ગામની અંદર 1251 વ્યકિતઓમાંથી 1242 વ્યકિતઓને કોરોના રસીથી રક્ષિત કરવામાં આવ્યા છે અને 9 વ્યકિતઓ સ્થળાંતર થયા છે. ગામને કોરોનામુકત કરવાની પ્રતિબદ્ધતાને સો ટકા સિદ્ધ કરી પોતાની જવાબદારી નિભાવી હતી. ત્રીજી લહેરના ખતરાને લઇ ગામોમાં રસીકરણની કામગીરી 100 ટકા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...