જામીન ફગાવ્યા:બોટાદમાં હિટ એન્ડ રન કેસમાં જામીન કોર્ટે ફગાવ્યા

બોટાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાળંગપુર રોડ પર કારચાલકે યુવકને ટક્કર મારતાં મોત નીપજ્યું હતું

બોટાદમાં સાળંગપુર રોડ ઉપર પગપાળા જતા યુવકને ફોરવ્હીલ કાર ચાલકે ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું હતું. આ કેસમાં આરોપીને મુક્ત થવા માટે જામીન અરજી એડી.ડિસ્ટ્રિક્ટ કોર્ટે નામંજુર કરી. બોટાદમાં સાળંગપુર રોડ ઉપર અમન ટાવર પાસે તા.18/12/21નાં રોજ પગપાળા જતા નીલેશભાઈ બથવાર નામના યુવકને ફોરવ્હીલ ચાલક મહમદ જૈન જાહીદ ગઢીયાએ બે ફીકરાઈથી ચલાવી નીલેશભાઈને અડફેટે લેતા નીપજ્યું હતું.

જ્યારે આરોપી જૈન જાહીદ ગઢીયા ત્યાંથી ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે જામીન મેળવા માટેની અરજી મહમદ જૈન જાહિદ ગઢીયાએ એડીશનલ જજ વી.બી. રાજપૂત પાસે મૂકી હતી. આ કેસમાં જ્જ વી.બી. રાજપૂતે સરકારી વકીલ કે.એમ. મકવાણાની દલીલોને માન્ય રાખી આરોપી મહમંદ જૈન જાહીદ ગઢીયાની જામીનની અરજી કોર્ટ રદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...