બબાલ:પોલારપુર ગામે પ્લોટમાં ચાલવા બાબતે બબાલ

બોટાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 મહિલા સહિત 4 સામે ફરિયાદ
  • 2 મહિલા અને 1 યુવકને 4 લોકોએ મારા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

બરવાળા તાલુકાના પોલારપુર ગામે રહેતા અજયભાઈ જગદીશભાઈ કુમારખાણીયા અને તેમના દાદી અને તેમના કાકીને ચાર લોકોએ પ્લોટમાં ચાલવા બાબતે માથાકૂટ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બરવાળાના પોલારપુર ગામે રહેતા અજયભાઈ જગદીશભાઈ કુમારખાણીયાે તેમના દાદી પંખુબેન ફૂલાભાઈ અને તેમના કાકી જનકબેન દિનેશભાઈ 4 જાન્યુઆરીએ તેમના ઘરે હતા તે દરમિયાના તેમના ઘરની સામે રહેતા તેમના દાદા ગંભુ દાનુભાઈ કુમારખાણીયા, જિજ્ઞેશ ગંભુભાઈ કુમારખાણીયા, પ્રજ્ઞેશ ગંભુભાઈ કુમારખાણીયા અને સંગીતા ગંભુભાઈ કુમારખાણીયા લાકડીઓ લઇને આવીને પંખુબેહેનને કહેવા લાગ્યા હતા કે તમારા પ્લોટમાં અમને કેમ હાલવાની ના પાડો છો ઉશ્કેરાઈ જઈ આ ઉપરોક્ત ચારેય જગદીશભાઈ કુમારખાણીયા અને તેમના દાદી પંખુબેન ફૂલાભાઈ અને તેમના કાકી જનકબેન દિનેશભાઈને લાકડીથી માર મારી જાનથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જગદીશભાઈ કુમારખાણીયાએ બરવાળા પોલીસ સ્ટેશનમાં ચારે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...