સારવાર અર્થે ખસેડાયા:પાળિયાદમાં બીડી પીવા અંગે બોલાચાલી થતાં પિતા- પુત્ર અને ભાણેજ પર હુમલો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છરી અને લાકડા વડે હુમલો કરતાં 3 લોકો ઈજાગ્રસ્ત થયાં

બોટાદ તાલુકાના પાળીયાદ ગામે બીડી પીવા બાબતે માથાકૂટ થતા ત્રણ લોકો ઉપર છરી અને લાકડા વડે પિતા-પુત્ર અને ભાણેજ ઉપર હુમલો કરતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

બોટાદ તાલુકાના પાળીયાદ ગામે ચામુંડાનગર પ્લોટમાં રહેતાં પૃથ્વીરાજભાઈ બાબુભાઇ વાઘેલા તા.21/5/22ના રોજ ગામમા આખીયાન રમાતું હોવાથી તેમના ભાણા અક્ષયરાજ વિક્રમસિંહ સરવૈયા અને તેમના પપ્પા તથા નાનો ભાણો સત્યપાલ સાથે જોવા ગયા હતા તે દરમિયાન આ ગામના રાહુલભાઇ પુનાભાઇ ઝાપડીયા સાથે બીડી બાબતે બોલાચાલી થઈ હતી તે દરમિયાન આખ્યાનમાં ઉપસ્થિત લોકોએ સમજાવી છુટા પાડયાં હતા અને ત્યાર બાદ પૃથ્વીરાજભાઈ, તેમનો ભાણો અક્ષયરાજ વિક્રમસિંહ અને તેમના પપ્પા બાબુભાઇ સાથે કનુભાઇ પુનાભાઇ ઝાપડીયાના ઘરે સમજાવા ગયા હતા.

તે દરમિયાન રાત્રીના 11.30 કલાકે કનુભાઇના ઘરે તેમાની માં રમાબેન તથા તેનો નાનો દિકરો જયરાજ પુનાભાઇ હાજર હતો જેથી પૃથ્વીરાજભાઈ આ લોકોને જગડા બાબતે સમજાવતા હતા તે દરમીયાન કનુભાઇ પુનાભાઇ આવ્યા હતા અને પુથ્વીરાજભાઈને ગાળો દેવા લાગ્યા હતા જેથી બન્નેને બોલાચાલી જગડો થતા એક બીજાને મારામારી કરતા તે દરમીયા કનુભાઇનો વચેટભાઇ રાહુલભાઇ પણ આવી જતા રાહુલભાઇ અને કનુભાઇ તેમના હાથમાંની છરી વડે પુથ્વીરાજભાઈને વારા ફરતી છરીના ત્રણ ઘા મારતા ઇજા હતી.

અને પૃથ્વીરાજભાઈના ભાણા અક્ષયરાજને પણ આ જયરાજ પુનાભાઇએ પાછળથી લાકડીથી માથાના ભાગે ઘા કરતા તેને મુંઢ ઇજા થઈ હતી અને પૃથ્વીરાજભાઈના પિતાનેપિતાને પણ ડાબા હાથે ઘા મારતા મુંઢ ઇજા થઈ હતી અને આ ત્રણેય જણા કેહવા લાગેલ કે આજે તો આ લોકોને મારી નાખવાના છે તેવી ધમકી આપી હતી.

આ બનાવમા ઇજાગ્રસ્ત પિતા પુત્ર અને ભાણેજને સારવાર માટે બોટાદ સબીહા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પૃથ્વીરાજ ભાઈ વાઘેલાએ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં કનુ પુનાભાઈ ઝાપડીયા, રાહુલ પુનાભાઈ ઝાપડિયા ત્રણેય રહે પાળીયાદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...