જીવલેણ હુમલો:રાણપુરના અલમપુરમાં એક જ પરિવાર ઉપર 8 શખસનો હુમલો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમ લગ્ન કર્યાની અદાવત રાખી જીવલેણ હુમલો કરાયો

રાણપુર તાલુકાના અલમપુર ગામે દોઢ મહીના પહેલા ભાણેજ સાથે ભાગીને લવ મેરેજ કર્યાની અદાવત રાખી મામા સહીત 8 શખસે ઘરમાં આવી યુવાન અને તેના ભાઈ,ભાભી અને માતા ઉપર છરી તલવાર પાઈપના ઘા મારી જીવલેણ હુમલો કરી તેમની ભાણીને બળજબરી પુર્વક સાથે લઈ જઈ તેને કેરોસીન છાટીને સળગાવી દેવાની ધાક ધમકી આપતાં રાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાના અલમપુર ગામે રહેતા અને અભ્યાસ કરતો હરેશભાઈ વાલજીભાઈ દુલેરાએ રાણપુર પોલીસ મથકમાં આજ ગામના રમણ ભીખાભાઈ મકવાણા, નરોતમ આલાભાઈ વોરા, મનજી દલાભાઈ વોરા, પરેશ ઉર્ફ.મોન્ટુ રમણભાઈ મકવાણા, રાકેશ નારણભાઈ વોરા,પ્રકાશ નાજાભાઈ વોરા, દિલીપ જગાભાઈ વોરા અને બોટાદના જેઠા કાનાભાઈ મારૂ વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી કે આજથી દોઢ મહીના પહેલા બરવાળા તાલુકાના રોજીદ ગામની નિશા ડાભી તેના મામાના ઘરે અમલપુર ગામે રહેતી હતી.

તેની સાથે મેં દોઢ મહીના પહેલા લવ મેરેજ કર્યા હતા. અને તા.31/8/22ના રોજ તેઓ નિશા સાથે તેના ગામ અમલપુરમાં આવેલ તેની દાજ રાખીને તા.1/9/22ના રોજ સવારે 8:00 કલાકે ઉપરોક્ત તમામ લોકો હથીયારો સાથે આવીને નિશા ક્યા છે? તેમ કહીને તેની અને તેના ભાઈ જગદીશ વાલજીભાઈ અને ભાભી રમીલા જગદીશભાઈ,પારૂલ કીશોરભાઈ અને તેઓના માતા ગંગાબેન વાલજીભાઈને છરી તલવાર અને પાઈપ વડે માર મારીને ઈજા પહોચાડી તેઓના પત્ની નિશાને બળ જબરી પૂર્વક સાથે લઈ જઈ અને મારી સામે જોઈશ તો બધાને જાનથી મારી નાખીશુ અને નિશાને પણ કેરોશીન છાટીને સળગાવી દેશુ તેવી ધમકી આપી હતી. આ તમામ ઈજાગ્રસ્ત સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...