ગઢડા બેઠકના ભાજપ ઉમેદવાર જાહેર:આત્મારામ પરમારનું પત્તુ કપાયું, શંભુપ્રસાદ ટુંડિયાના નામની જાહેરાત કરાતાં કાર્યકરો અને આગેવાનોમાં આનંદ

બોટાદ25 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બોટાદ 106 બેઠક પર શંભુ પ્રસાદ ટુંડિયાની પસંદગી કરાઈ હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને આજે ભારતીય જનતા પાર્ટીના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બોટાદ જિલ્લાની ગઢડા 106 બેઠક પર આત્મારામભાઈ પરમારનું પત્તું કપાતા શંભુ પ્રસાદ ટુંડિયાના નામની ભાજપ પક્ષ દ્વારા પસંદગી સાથે નામની જાહેરાત કરવામાં આવેલી છે.

શંભુપ્રસાદ ટુંડિયા ધંધુકા પાસે આવેલા ઝાંઝરકાના સવૈયા નાથની જગ્યાના ગાદીપતિ છે. અગાઉ શંભુપ્રસાદ ટુંડિયા દ્વારા રાજ્યસભામાં સાંસદ તરીકે પણ સેવા આપેલી હતી. ત્યારે આજે તેમના નામની ભાજપ પક્ષ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરતા જગ્યાના સેવકો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોમાં ખુશી અને આનંદ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...