તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શણગાર:સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મહારાજને અવનવા રંગો અને પિચકારીઓ સાથેનો દિવ્ય શણગાર સજાવવામાં આવ્યો

બોટાદ2 મહિનો પહેલા
 • દેશ-વિદેશના લાખો હરિ ભક્તોએ ઓનલાઈન દર્શન કર્યા

સાળંગપુર ધામમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ધુળેટી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ પર્વ નિમિત્તિ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ સફેદ રંગની ભાતવાળા વાઘાનો શણગાર કરાયો. દાદાને ખજૂર, ધાણી, દાળિયા, તલ અને લાડુનો વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો. તો આ રંગના તહેવાર નિમિત્તે દાદાને 12 જેટલાં ઇકોફ્રેન્ડલી કલર અને રંગોવાળા માટલા તથા પિચકારી પણ અર્પણ કરાયા હતાં અને ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ પિચકારીથી ધુળેટી રમતાં હોય તેવી પ્રતિમા પણ મૂકવામાં આવી હતી. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીનું સિંહાસન પણ સેવંતીના ખાસ ફુલથી અને ઉનના રેસાવાળા રંગબેરંગી કાપડથી શણગારવામાં આવ્યું હતું. મહત્ત્વનું છે કે, શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના આ વિશેષ શણગારનો મોટી સંખ્યામાં લોકોએ મંદિર આવી દર્શનનો લાવો લીધો હતો. આ ઉપરાંત ઘણાં હરિભક્તોએ ઓનલાઇન દાદાના દર્શનનકરી ધન્યતા અનુભવી હતી.

હજારો હરિ ભક્તોએ રૂબરૂ ધૂળેટીના તહેવારમાં દાદાના વિશેષ શણગારનાં દર્શન કર્યા

આજે સવારે આરતીના દર્શન કરી ભાવિ ભક્તો ધન્યતા અનુભવી હતી. કષ્ટભંજન હનુમાનજી મહારાજ ધૂળેટીના રંગે રંગાયા મંદિરના ગર્ભ ગૃહને અવનવા ભાતભાતના કલરના પુષ્પથી સુંદર શણગાર સજાવવામાં આવ્યા છે. અવનવા રંગબેરંગી રંગો અને પિચકારીઓથી કષ્ટભંજન હનુમાનજી મહારાજને સુંદર શણગાર સજાવવામાં આવ્યા છે. સમગ્ર મંદિર પરિસર હોળી-ધૂળેટીના તહેવાર નિમિતે વિશેષ શણગાર સજાવાયા હતો. જેમાં દેશ-વિદેશના લાખો હરિ ભક્તોએ ઓનલાઈન દર્શન કર્યા હતા. જ્યારે હજારો હરિ ભક્તોએ રૂબરૂ ધૂળેટીના તહેવારમાં દાદાના વિશેષ શણગારનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો