તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:બોટાદ જિલ્લાના કોરોનામાં અનાથ થયેલા 14 બાળકોને સહાય મંજૂર

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ જિલ્લાના કોરોનામાં માતા-પિતા ગુમાવનારાં બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય ચૂકવાઇ

બુધવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” ઓનલાઇન પેમેન્ટ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર થી માન.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાનેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી માર્ચ-2020 પછી કોરોના મહામારી સમય દરમ્યાન જે બાળકોના માતા-પિતાનુ અવસાન થયુ હોય તેવા અનાથ બાળકો માટેની અમલી બનેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના લોન્ચ કરી હતી. જેમાં 750 જેટલા બાળકોને E-પેમેન્ટ દ્વારા ગાંધીનગરથી દરેક બાળકના બેન્ક ખાતામાં રૂપિયા 4000/-(ચાર હજાર પુરા) સહાય આપવામાં આવી હતી.

જેમાં બોટાદ જિલ્લાનાં પણ કુલ 14 બાળકોને 18 વર્ષ સુધી સહાય આપવામાં આવશે. કોરોના સમયગાળામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર અનાથ બાળકો માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અમલી બનાવી છે.આ યોજના અંતર્ગત જે બાળકના માતા-પિતા બંને કોરોના સમયગાળા દરમ્યાન (કોરોના સમયગાળો એટલે કે માર્ચ-2020 થી કોરોના મહામારીના અંત સુધીનો સમયગાળો) અવસાન થયા હોય તેમના નિરાધાર બાળકોને આ યોજનામાં માસિક રૂ. 4000ની સહાય બાળક 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી મળવાપાત્ર છે.

બાળક જે માસમાં અનાથ થયું હોય તે માસથી આ સહાય મળવાપાત્ર છે. આ યોજનામાં અરજદારની આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય સહાય મળવાપાત્ર છે આ કાર્યકમમાં જિલ્લા કલેકટર કચેરી,વિડીયો કોન્ફરન્સ હોલ બોટાદ ખાતે કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને કુલ-14 બાળકોને સહાય આદેશ અને કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યકમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વીરાણી, નિવાસી અધિક કલેકટર મુકેશ પરમાર, નગરપાલિકાના પ્રમુખ, રાજેશ્રીબેન વોરા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...