માસ્ટર ટ્રેનર્સ દ્વારા​​​​​​​ માર્ગદર્શન ​​​​​​​:ગઢડા 106 વિધાનસભા બેઠક પર સફળ ચૂંટણી કામગીરી અંતર્ગત પોલીંગ ઓફિસરોને તાલીમ અપાઈ

બોટાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગઢડા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.એ.શાહની ઉપસ્થિતિમાં 106-ગઢડા વિધાનસભા મતવિસ્તારનાં ચૂંટણી અધિકારી અને સિહોર પ્રાંત અધિકારી દિલીપસિંહ વાળાનાં માર્ગદર્શન હેઠળ માસ્ટર ટ્રેનર્સ દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલાં તમામ મહિલા મતદાન અધિકારીઓ તેમજ મતદાન અધિકારી-1નો વિસ્તૃત માર્ગદર્શન સહિત તાલીમ વર્ગ યોજાયો હતો.

280 ફિમેલ પોલિંગ ઓફિસરોને તાલીમ અપાઈ
આ દ્વિતીય તાલીમ વર્ગમાં સવારે 9:00થી 12:00 કલાકનાં સેશનમાં 148 પોલિંગ ઓફિસર્સ તેમજ 280 ફિમેલ પોલિંગ ઓફિસરોને તાલીમ અપાઈ હતી. તેમજ બપોર પછીનાં સેશનમાં 293 ફિમેલ પોલિંગ ઓફિસરને આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતોની સમજ આપવામાં આવી હતી. આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.એ.શાહે ખાસ ઉપસ્થિત રહી ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને માર્ગદર્શિત કર્યા હતા.

ઇવીએમ-વીવીપેટનાં સંચાલન સહિતથી વાકેફ કર્યા
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.એ.શાહે તાલીમાર્થીઓને ટેક્નિકલ બાબતોની સમજ, ઇવીએમ-વીવીપેટનાં સંચાલન સહિતની કામગીરી સાથે જરૂરી વૈધાનિક ફોર્મની બાબતોથી માહિતગાર કરી રચનાત્મક સૂચનો પણ આપ્યા હતાં. 106-ગઢડા વિધાનસભા મતવિસ્તારનાં ચૂંટણી અધિકારી અને સિહોર પ્રાંત દિલીપસિંહ વાળાએ તમામ તાલીમાર્થીઓને ચૂંટણીમાં ધ્યાનમાં રાખવા જેવી ઝીણવટપૂર્ણ બાબતો વિશે માર્ગદર્શિત કર્યા હતાં. આ તાલીમમાં ગઢડા, ઉમરાળા અને વલભીપુર એમ ત્રણેય તાલુકાનાં કર્મચારીઓએ તાલીમ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...