બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ઘેલો નદી આવેલી છે અને આ ઘેલો નદી સ્વામિનારાયણ મંદિર અને પાસેથી વહે છે. અહીં હજારોની સંખ્યામાં આ ઘેલો નદીની પર્યટકો મુલાકાત લે છે. આજે આ ઘેલો નદીની અંદર સૌની યોજના મારફતે પાણી નાખવામાં આવ્યું હતું. ઘેલો નદીમાં આવેલા ડેમડાઓ છલકાયા હતા. ઘેલો નદીમાં સૌની યોજનાનું પાણી આવતાં ગઢડા તાલુકાની આસપાસના ખેડૂતોને લાભ મળશે. પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉનાળુ પાક હવે ખેડૂતો ભરપૂર રીતે લઈ શકશે અને ખેતી કરી આવક મેળવી શકશે. સૌની યોજના મારફતે પાણી ફાળવવામાં સૌથી મહત્વનો હરણ ફાળો હોય તો ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયા, પૂર્વ પાલિકા પ્રમુખ અને ભાજપના અગ્રણી એવા સુરેશ ગોધાણી, ચંદ્રકાન્ત લાઠીગરા, ઘનશ્યામ ડવ, હમીર લાવડીયા, વિક્રમ બોરીચા તેમજ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને આગેવાનોનો રહ્યો છે.
સૌની યોજનાનું પાણી આવતા હર્ષ અને ખુશીનો માહોલ છવાયો
ઘેલો નદી એક પવિત્ર નદી ગણવામાં આવે છે. ઘેલો નદીમાં પાણી છોડવામાં આવતા ગઢડા શહેરીજનોમાં આનંદની લાગણી છવાઈ છે. ડેમની અંદરથી નદીમાં પાણી વહેતા ડેમ પર મોટી સંખ્યામાં લોકો વધામણા કરવા પહોંચ્યા હતા અને સૌની યોજનાના વધામણા કરવામાં આવ્યા હતા. ભાજપના અગ્રણીઓ નગરપાલિકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌની યોજના મારફતે આવેલા પાણીના વધામણા કરવામાં આવ્યા હતા અને હર્ષનો માહોલ છવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.