• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Art Of Living And Giants Group Of Botad Conducted A Cleanliness Campaign In Mukti Dham, Appealing To People To Keep The Premises Clean.

મિશન ક્લીન બોટાદ અભિયાન:આર્ટ ઓફ લિવિંગ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મુક્તિધામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ, લોકોને પરિસર સ્વચ્છ રાખવા અપીલ કરી

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મિશન ક્લીન બોટાદ દ્વારા મુક્તિધામમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવ્યો. મિશન ક્લીન બોટાદ અભિયાન અંતર્ગત અભિયાનના પ્રેરક પ્રોજેક્ટ ચેરમેન સંદીપકુમાર પરમાર દ્વારા તેમજ ટીમ સાથે આજ રોજ મુક્તિધામ ખાતે સ્વચ્છતા કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલું હતું.

મુક્તિધામમાં સવારે 8:00 કલાકે પ્રાંગણમાં સ્વચ્છતા સેવા યજ્ઞ દ્વારા પરિસરમાં રહેલી પ્લાસ્ટિક તેમજ વિવિધ પ્રકારના કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મુક્તિધામ પરિસરને સ્વચ્છ કરવામાં આવ્યું હતુ. આજરોજ મુક્તિધામ સ્વચ્છતા પ્રોજેક્ટમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા તેમજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના સભ્યોએ હાજરી આપીને સેવા યજ્ઞમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.

મુક્તિધામના સ્થાપક સી.એલ.ભીકડિયા દ્વારા સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન સાથે રહીને કામગીરી બજાવી હતી. તેમજ બોટાદ શહેરના તમામ સમાજના લોકોને મુક્તિધામ પરિસર કાયમ માટે સ્વચ્છ રાખવા તેમજ મુક્તિધામની મુલાકાત દરમિયાન કચરો ફરજિયાત કચરા પેટીમાં નાખવા માટે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...