મામલતદારે સજા કરી:ધોલેરા BLO મતદાન સુધારણા કાર્યક્રમમાં હાજર ન રહેતાં ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયું

બોટાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 4 રવિવારમાંથી એક જ વાર હાજર રહેતા મામલતદારે સજા કરી

મતદારયાદી સુધારણા કાર્યક્રમના ખાસ ઝુંબેશના દિવસે ધોલેરા પ્રાથમિક શાળાનાં આચાર્ય કમ BLO દિનેશભાઈ ખાંટ તા 21/08/2022 પહેલા રવિવારે ગેરહાજર રહેતા તેમને તંત્ર દ્રારા નોટીસ આપવામાં આવતા બીજાં રવિવારે તા.28/8/22 ના રોજ હાજર રહ્યા હતા. પરંતુ ત્યાર બાદ ત્રીજા અને ચોથા રવિવારે આ BLO ગેરહાજર રહેતા તેમને તાત્કાલીક અટકાયત કરી હાજર કરવાનો ધોલેરા મામલતદારે પોલીસને હુકમ કર્યો હતો.

મતદારયાદી સુધારણા કાર્યક્રમના દિવસે મામલતદાર કે નાયબ મામલતદાર ને કોઈપણ પ્રકારની મૌખિક કે લેખિત જાણ કર્યા વગર ગેરહાજર રહેલ ધોલેરા પ્રાથમિક શાળાના આચાર્ય કમ બી.એલ.ઓ દિનેશભાઈ ખાંટ નાયબ મામલતદારે નોટીસ આપી ખુલાસો માગ્યો હતો ત્યાર બાદ બીજા રવિવારે તા.28/8/22ના રોજ આ બી.એલ.ઓ હાજર રહેતા મતદાર સુધારણા કાર્ય નિયમીત થયુ હતુ. પરંતુ ત્રીજા અને ચોથા છેલ્લા રવિવાર એટલે કે તા.4/09/2022 અને 11/9/22 નાં દિવસે આ BLO કોઈ પણ અધિકારીઓને જાણ કર્યા વગર ગેરહાજર રહ્યા હતા.

આથી ધોલેરા મામલતદાર કે.બી.ચાંદલીયા અને નાયબ મામલતદાર એ બુથ ઉપર આવી પંચ રોજકામ કરી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી ગામ લોકોને મતદાર યાદીમાં સુધારણા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ આ ગેરહાજર રહેલ બી.એલ.ઓ દિનેશભાઈ ખાંટને તા.11/9/22 ના રોજ ધોલેરા મામલતદાર કે.બી.ચાંદલીયાએ ધોલેરા પી.એસ.આઈ ને લેખીતમાં દિનેશભાઈ ખાંટ વિરૂધ્ધ ધડપકડ વોરંટનો હુકમ કરવામાં આવ્યો હતો જેમા જણાવ્યુ હતુ કે દિનેશભાઈ ખાંટ બી.એલ.ઓ ભાગ નંબર 113/290 કન્યાશાળા ધોલેરાએ મતદાર યાદીની અતી અગત્યની રાષ્ટ્રીય કામગીરી પ્રત્યે દુર્લક્ષ્ય સેવી હુકમનો અનાદર કરેલ છે જેથી તેમના ઉપર ઘરપકડ વોરંટ કાઢવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...