તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બોટાદ જિલ્લાની સરકારી કચેરીઓમાં CCTV ગોઠવો, આમ આદમી પાર્ટી દ્વારા કાર્યપાલક ઈજનેરને આવેદન

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જીલ્લાની તમામ સરકારી કચેરીઓમાં સી.સી.ટી.વી કેમેરા મુકવા બોટાદ આમ આદમી પાર્ટી દ્વારા કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ બોટાદ જીલ્લો થતા બોટાદમાં અવનવા બનાવો વધુ બની રહ્યા છે. આ બનાવો રોકવા માટે સી.સી.ટી.વી. કેમેરા બોટાદ જીલ્લાની તમામ સરકારી કચેરીઓમાં મુકવા આવશ્યક છે. સી.સી.ટી.વી.કેમેરા મુકવાથી અવનવા બનાવો બનશે નહિ, ઇમારતો અને સરકારી કર્મચારીઓની સુરક્ષા જળવાઈ રહેશે, કેમેરા ઓફિસમાં તેમજ ચેમ્બરમાં મુકવાથી કર્મચારીઓને કામ કરવાની સરળતા રહેશે અને અરજદારો તેમજ પક્ષકારોના કામનો ઝડપી ન્યાય અને ઉકેલ આવશે.

સરકારી મિલકતને કોઈ વ્યક્તિ નુકશાન નુકશાન નહિ પહોચાડી શકે, સી.સી.ટી.વી કેમેરા મુકવાથી દલાલો સરકારી કર્મચારી પાસે આવતા હોવાથી તેની પણ ઓળખ થઇ શકે છે અને આ દલાલ શા માટે વારંવાર અવનવા ઈસમો સરકારી કચેરીમાં આંટાફેરા મારી કર્મચારીઓનો કીમતી સમય આ કેમેરાથી બચી શકશે, ભ્રષ્ટાચાર અટકશે અને ગરીબ લોકોનું કામ તાત્કાલિક થશે આમ સી.સી.ટી.વી કેમેરા ગોઠવવાથી કીમતી સરકારી ડોક્યુમેન્ટ, ફાઈલો તેમજ ફર્નિચર વગેરેની સુરક્ષા જળવાઈ રહે તે માટે આમ આદમી પાર્ટીનાં પૂર્વ શહેર પ્રમુખ હરગોવિંદભાઈ સાબળીયા, લીગલ સેલ પ્રમુખ રાજુભાઈ મકવાણા, પૂર્વ જીલ્લા પ્રમુખ હંસરાજભાઈ જમોડ, જીલ્લા ઉપપ્રમુખ ભુપતભાઈ જમોડ વગેરે ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...