વિવાદ:બોટાદમાં કચરો નાખવા જેવી નજીવી બાબતે બોલાચાલી

બોટાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદમા તુરખા રોડ મોરારીનગર 1 મા રહેતા સુનીલભાઈ જગદીશભાઈ ડાભી તા.5/8/2022 ના રોજ બાર વાગ્યાની આસપાસ સુનીલભાઈ અને તેમના કરીગર ધર્મેશભાઈ સવજીભાઈ રાઠોડ પોતાના મેડીકલ ઉપર હતા તે સમયે તેમના ઘર પાસે રહેતા જગદીશ સોલંકી અને તેમના પત્ની ભાવનાબેન અને તેમનો દિકરો નિલેશ સુનીલભાઈ ના મેડીકલે આવી સુનીલભાઈ ને કહ્યુ કે તમારા પોપટદાદાના મકાનમાથી કચરો બહાર નિકળે છે તેમ કહેતા સુનીલભાઈ એ કહ્યુ કે પોપટદાદા નુ ઘર બંધ છે

વરસાદ પડ્યો એટલે વરસાદના પાણીના લીધે કચરો મકાનમાથી બહાર નિકળે છે તેમ કહેતા જગદીશ તેની પત્ની અને તેમનો દિકરો નિલેશ ઉશ્કેરાઈને અપશ્બ્દો બોલવા લાગ્યા હતા તો સુનીલભાઈએ અપશ્બ્દો બોલવાની ના પડતા નિલેશે સુનીલભાઈને જાનથી મારી નાખવાનુ કહી ને બે અજાણ્યા શખ્સો બોલાવી અને તે બે શખ્સો પણ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને મારી નાખવાનુ કહેતા આજુબાજુ માથી દિલિપભાઈ અરજણભાઈ ડાભી અને અન્ય માણસો ભેગા થઈ જતા સુનીલભાઈ એ 112 હેલ્પલાઈનમા ફોન કરતા તે લોકો ત્યાથી નાસી છુટ્યા હતા. આ બનાવ અંગે સુનીલભાઈ જગદીશભાઈ ડાભીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...