વરણી:બોટાદ જિલ્લામાં 17 ઉમેદવારને નિમણૂક હુકમ એનાયત કરાયા

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષક તરીકેના પવિત્ર વ્યવસાયમાં જોડાવા માટે ખુશી વ્યક્ત કરી

ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ઉમેદવારોને નિમણૂંક હુકમ મંગળવારના રોજ એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર રાજયમાં એકસાથે એક જ સમયે આ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમ અંતરર્ગત વિડીયો કોન્ફરન્સ હોલ, કલેકટર કચેરી, બોટાદ ખાતે જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણસિંઘ સાંદુ, નિવાસી અધિક કલેકટર મુકેશ પરમાર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ધારા પટેલના હસ્તે 17 ઉમેદવારોને નિમણુંક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નિમણુંક પત્ર મેળવનાર ઉમેદવારો દ્વારા રાજય સરકારના આ પારદર્શી ભરતી પ્રક્રિયા ઝડપથી પુર્ણ કરવા માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતે શિક્ષક તરીકેના પવિત્ર વ્યવસાયમાં જોડાવા માટે ખુશી વ્યક્ત કરી હતી.આ સમગ્ર કાર્યક્રમ નિયામક શાળાઓની કચેરી ગાંધીનગરની સુચના મુજબ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ધારા પટેલની રાહબરી નીચે યોજવામાં આવ્યો હતો તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈ.આઈ. પી.ડી.મોરી અને વહિવટી અધિકારી સાગર પંડયા દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...