ચૂંટણી ખર્ચ:બોટાદ જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂક

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ વ્યક્તિ ચૂંટણી ખર્ચ અંગે રજૂઆત કરી શકશે

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા બોટાદ જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે રાજશેખરા એન. IPS અને ખર્ચ ઓબ્ઝર્વર તરીકે સંદીપ રાણા IRS ની નિમણૂંક કરવામાં આવી છે. આ બન્ને ઓબ્ઝર્વરોનું બોટાદ જિલ્લામાં આગમન થઈ ગયું છે.

વિધાનસભાની આ સામાન્ય ચૂંટણી અન્વયે બોટાદ જિલ્લાનાં કોઈ વ્યક્તિએ ચૂંટણી ખર્ચ સંબંધિત કોઈ રજૂઆત કરવી હોય તો ખર્ચ ઓબ્ઝર્વર સંદીપ રાણાને તેમના મો. નં. 83476 75320 પર રજૂઆત કરી શકશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિએ રજૂઆત માટે રૂબરૂ મળવું હોય તો બોટાદનાં પાળિયાદ રોડ સ્થિત સર્કીટ હાઉસ ખાતે સવારે 9 થી 10 દરમિયાન ઓબ્ઝર્વરને મળી શકાશે.તેવી જ રીતે બોટાદ જિલ્લાનાં કોઈ વ્યક્તિએ ચૂંટણી સંબંધિત કોઈ રજૂઆત કરવી હોય તો આ વિસ્તારનાં પોલીસ ઓબ્ઝર્વર રાજશેખરા એન.ને તેમનાં મો.નં. 90161 40042 પર રજૂઆત કરી શકશે.

આ ઉપરાંત જો કોઈ વ્યક્તિએ રજૂઆત માટે રૂબરૂ મળવું હોય તો બોટાદ સર્કીટ હાઉસ ખાતે સવારે 9 થી 10દરમિયાન તેઓ પોલીસ ઓબ્ઝર્વરને મળી શકશે. તેમ બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.એ.શાહની યાદીમાં જણાવાયું છે.આમ આ રીતે વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ને અનુલક્ષીને ચૂંટણી પંચ દ્વારા બોટાદ જિલ્લામાપોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...