રજૂઆત બાદ કાર્યવાહી:ધોલેરા પ્રાથમિક આરેગ્ય કેન્દ્રમાં ડોક્ટર અને લેબ ટેક્નિશિનનની નિમણૂક

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોલેરા ગ્રામ પંચાયત સરપંચ અને ઉપસરપંચની રજૂઆતને લઇ ડોક્ટરની નિમણૂક કરવામાં આવી

ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરનાં સ્ટાફની ખાલી જગ્યાનાં કારણે દર્દીઓ સારવારથી વંચિત રહેતા ધોલેરા ગામના ઉપસરપંચ દ્વારા અમદાવાદ જીલ્લા આરોગ્ય શાખાના ડોક્ટરની ખાલી જગ્યા ભરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતનાં સમાચાર દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા જેના ઘેરા પડઘા પડતા આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર અને લેબ ટેકનીશ્યનની નીમણુંક કરવામાં આવી હતી.

ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 17 ગામ આવે છે અને આ તાલુકાની વસ્તી 64000 જેટલી છે. 17 ગામના લોકો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા માટે આવે છે. તેમજ ધોલેરા આસપાસ છેલ્લા પાંચ વર્ષથી વિવિધ કંપનીઓનાં કારીગરો તાત્કાલિક સારવાર માટે ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવે છે.

આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ન હોવાથી આ દર્દીઓને સારવાર માટે 30 કી.મી. ધંધુકા જવું પડતું હતું જેને લઇ આ આરોગ્ય કેન્દ્રમાં નિયમિત ડોક્ટરની નીમણુંક કરવા અને સ્ટાફ ફાળવવા માટે ગામના ઉપસરપંચ ઘનશ્યામસિંહ ચુડાસમા દ્વારા અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય શાખાને રજૂઆત કરતા અને આ રજૂઆતનાં સમાચાર દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા જેના ઘેરા પડઘા પડતા ધોલેરા પ્રા.આ.કેન્દ્રમાં એક મેડીકલ ઓફિસર અને લેબ ટેકનીશ્યનની નીમણુંક કરવામાં આવતા ધોલેરાનાં 17 ગામના દર્દીઓને ડોક્ટરની નિમણુક થતા રાહતની લાગણી અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...