તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત
  • ફોર્મ મામલતદાર કચેરી, ગઢડાથી મેળવી શકાશે

ગઢડા તાલુકાના સાળંગપરડા કેન્દ્ર નં.3, પાટણા કેન્દ્ર નં.22, ઘોઘાસમડી કેન્દ્ર નં.31 રસનાળ કેન્દ્ર નં.38, પ્રાથમિક શાળા માટે કેંદ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂક માટે વર્ષ 2021-22 ના શૈક્ષણિક વર્ષ માટે કામ ચલાઉ ધોરણે માનદ વેતનથી નિમણૂંક આપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ છે. આ નિમણૂંક માટે ઉમેદવાર એસ.એસ.સી પાસ હોય તેવી વ્યકિતની પસંદગી કરવામાં આવશે, લઘુત્તમ વય મર્યાદા 20 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ, સ્થાનિક વિધવા, ત્યક્તા બહેનોને અગ્રતા આપવામાં આવશે.

નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, ગઢડા ખાતેથી મેળવી જન્મનું પ્રમાણપત્ર, એસ.એસ.સી પાસ કર્યાનું પ્રમાણપત્ર તથા છેલ્લી શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ તથા આધારકાર્ડ, જાતિનૂં પ્રમાણપત્ર, એક પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, વિધવા અને ત્યક્તા હોવાના અધિકૃત અધિકારીના પ્રમાણપત્ર અથવા પુરાવા તેમજ અન્ય કોઈ લાયકાત અથવા અનુભવ ધરાવતા હોય તો તે અંગેના પ્રમાણપત્ર સાથે તા.10/7/2021 સુધીમાં રજુ કરવા ગઢડા મામલતદારે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...