બોટાદ અને અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાયેલ કથિત લઠ્ઠાકાંડ મુદ્દે સામાજિક એકતા જાગૃતિ મિશન બોટાદ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. જેમાં આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ દરેક મૃતકના પરિવારજનોને સરકાર દ્વારા આર્થિક સહાય મળી રહે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી અને આ લઠ્ઠાકાંડ પાછળ જવાબદાર અધિકારીઓ તેમજ બુટલેગરો ઉપર કડકમાં કડક પગલાં લઈ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત સામાજિક એકતા જાગૃતિ મિશન બોટાદ જિલ્લા સમિતિ દ્વારા કરવામાં આવી હતી. સામાજિક એકતા જાગૃતિ મિશનના સૌરાષ્ટ્ર જોન મુખ્ય માર્ગદર્શક અજયભાઈ સોલંકી, બોટાદ જિલ્લા અધ્યક્ષ જાકીરભાઈ મીર, બોટાદ જિલ્લા પ્રભારી પ્રકાશ રાઠોડ, બોટાદ જીલ્લા મહિલા પ્રમુખ શિતલબેન ચાચીયા, આનંદભાઈ, મિડીયા સચિવ લાલજીભાઈ ચાવડા, જીલ્લા મહામંત્રી વિપુલભાઈ તાવિયા સહિતના સામાજિક એકતા જાગૃતિ મિશનના હોદ્દેદારો અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહી આ કથિત લઠ્ઠાકાંડમાં મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે તે અંગે કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.