'મતદાન જાગૃતિ રેલી'નું આયોજન:ગઢડામાં વિદ્યાર્થીઓએ 'મતદાન કરો'ના નારા સાથે રેલી ગજવી; અધિકારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

બોટાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગઢડામાં ભક્તરાજ દાદા ખાચર કોલેજમાં NSS વિભાગ, શારીરિક શિક્ષણ વિભાગ અને ઈલેક્ટ્રોલ ક્લબ દ્વારા સ્વીપ અને અવસર કેમ્પેઈન અંતર્ગત 'મતદાન જાગૃતિ રેલી' યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતાં. તો સાથે જ ચૂંટણીમાં ફરજ બજાવતાં પ્રિસાઈડીંગ ઓફિસર્સ, પોલીંગ ઓફિસર્સ અને પોલીંગ સ્ટાફ સહિતના આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજવામાં આવ્યું હતું.

બિનશૈક્ષણિક સ્ટાફે ઉત્સાહપૂર્વક રેલીમાં ભાગ લીધો
બોટાદ જિલ્લાના ગઢડામાં ભક્તરાજ દાદા ખાચર કોલેજમાં NSS વિભાગ, શારીરિક શિક્ષણ વિભાગ અને ઈલેક્ટ્રોલ ક્લબ દ્વારા સ્વીપ અને અવસર કેમ્પેઈન અંતર્ગત 'મતદાન જાગૃતિ રેલી' યોજવામાં આવી હતી. રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતાં. સાથોસાથ અધ્યાપકો અને બિનશૈક્ષણિક સ્ટાફે ઉત્સાહપૂર્વક રેલીમાં ભાગ લીધો હતો.​​​​​​​

મુખ્ય બજારોમાં મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો
​​​​​​​
સંસ્થાનાં આચાર્ય ડો.એચ.વી.સેંજલિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સ્વયંસેવકોએ સૂત્રોચ્ચાર કરીને ગઢડાની મુખ્ય બજારોમાં મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો. રેલીનું પ્રસ્થાન આચાર્ય ડો.સેંજલિયા, નાયબ મામલતદાર ઝેબલિયા, અધિકારી ડો.વિરેનકુમાર પંડ્યા અને ડો.કોમલ શહેદાદપુરી, શારીરિક તાલીમ નિર્દેશક ડો.ચંદ્રકાન્ત ગોહેલ તેમજ અન્ય અધ્યાપકોએ કરાવ્યું હતું.

પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું
ગઢડામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે ચૂંટણીમાં ફરજ બજાવતાં પ્રિસાઈડીંગ ઓફિસર્સ, પોલીંગ ઓફિસર્સ અને પોલીંગ સ્ટાફ સહિતના આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજવામાં આવ્યું હતું. ચૂંટણીમાં ફરજમાં રોકાયેલા પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, મહિલા પોલીંગ ઓફિસર સહિત કુલ 295 પોલીંગ સ્ટાફએ બેલેટ પેપરથી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમજ આવશ્યક સેવા સાથે સંકળાયેલ 4 કર્મચારીઓએ પણ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...