માર્ગદર્શન:બોટાદમાં ભાવનગર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા એન્ટી-કરપ્શન ડે ઉજવાયો

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદમાં નેહરુ યુવા કેન્દ્ર ભાવનગર દ્વારા ખોજાવાડી વિસ્તારમાં 9મી ડિસેમ્બરના દિવસે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગરૂકતા ફેલાવવા માટે એન્ટી-કરપ્શન ડે ઉજવવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં ચંદ્રિકાબેન ઉપસ્થિત રહી લોકોને ભ્રષ્ટાચાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભ્રષ્ટાચાર સૌથી જટિલ સામાજિક, રાજકીય અને આર્થિક ઘટનાઓમાંથી એક છે, જેની અસર વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે . આ માટે દર વર્ષે 9મી ડિસેમ્બરના દિવસે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગરૂકતા ફેલાવવા માટે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામા આવે છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અર્જુનભાઈ નિમાવત દ્વારા કરવામાં આવ્યુ હતું. તેમજ આ કાર્યક્રમનું માર્ગદર્શન જિલ્લા યુવા સંયોજક ભુપેન્દ્રસિંહ ગિલ દ્વારા આપવામા આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...